ભાવનગરમાં ફૂલોના ધંધામાં મંદી, આર્ટિફિસિયલ ફૂલોની ધૂમ ખરીદી

|

Nov 02, 2021 | 3:56 PM

ભાવનગરમાં ફુલના વેપારીઓ જણાવી રહ્યાં છે કે ફુલના ભાવમાં રોજ બદલાવ આવી રહ્યો છે. હાલમાં હાલમાં બીજા રાજ્યોમાંથી ફૂલોની આવક થતી હોવાથી ફૂલોના ભાવ ઊંચા થયા છે.

ભાવનગરમાં ફૂલોના ધંધામાં મંદી, આર્ટિફિસિયલ ફૂલોની ધૂમ ખરીદી
Depression in flower business in Bhavnagar, Dhoom purchase of artificial flowers

Follow us on

ભાવનગરમાં દિવાળીને લઇને તમામ ધંધાઓમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે ફૂલોના ધંધામાં થોડી ખરીદી ઓછી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભાવિકો શ્રદ્ધા ભાવ, ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચનામાં ધર્મસ્થાનો તેમજ દેવી દેવતાઓને પુષ્પો, ફુલમાળા દિવાળીના દિવસોમાં પહેરાવતા હોય છે. કોરોનાને કારણે મુર્જાયેલી ફૂલ બજાર ધીરે ધીરે ખીલવાનો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ દિવાળીના દિવસોમાં ફૂલ બજારમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે. હાલમાં ભારે વરસાદને લઇને ફૂલોનું ઉત્પાદન ઓછું છે. અને હાલમાં બીજા રાજ્યોમાંથી નાસિક બાજુથી ફૂલો આવતા હોવાથી ઉચી કિંમતે વેપારીઓને ખરીદવા પડે છે.

બીજી તરફ આર્ટિફિસિયલ ફૂલોની માંગ વધતા લોકો અસલી ફૂલોના બદલે નકલી ફૂલો ખરીદી કરી રહ્યા છે. જેની અસર ફૂલોના વેપારમાં જોવા મળી રહી છે. ભાવનગરમાં નાના મોટા 250 થી 300 ફૂલોના વેપારીઓ છે. તો આ સિવાય પણ તેને સંલગ્ન વિસ હજાર લોકોની રોજગારીનો ધંધો ફૂલ બજાર પર આધારિત છે. ત્યારે હાલમાં દિવાળી નજીક આવી રહી છે. ત્યારે ફૂલ બજારમાં જે તેજીનો સંચાર રહેવાની આશા હતી, તે ધારણા પર પાણી ફરી વળ્યું છે.

ફૂલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગણેશ ઉત્સવમાં ફૂલની આવક ન હતી, પરંતુ ચોમાસામાં અતિ ભારે વરસાદને લઇને ભાવનગર જિલ્લામાં અને આજુબાજુના જિલ્લામાં ફૂલોના ઉત્પાદનમાં ભારે માઠી અસર થવા પામેલ લઇને ગુલાબ, ચમેલી, પારસના ફૂલ અને ગલગોટા જેવા ફૂલોની આવકમાં બહુ મોટો ઘટાડો થવા પામેલ છે. જેને લઇને હાલમાં ભાવનગરના ફૂલોના વેપારીઓએ બીજા રાજ્ય નાસિકને અન્ય જગ્યાઓ પરથી ફૂલો મંગાવવા પડે છે જે ખરીદી મોંઘી થઈ રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જેને લઇને ગ્રાહકો ઉંચા પૈસા આપતા નથી અને જેની સીધી અસર વેપાર પર થઈ રહી છે. બીજી તરફ આર્ટફિસિયલ ફૂલોની માંગમાં ભારે વધારો આવ્યો છે. લોકો સુશોભન માટે અને ભગવાનના હાર પણ આર્ટફિસિયલ લોકો ખરીદી રહ્યા છે. અને પ્લાસ્ટિકના ફૂલો ઓરિજનલ ફૂલો જેવાજ આવતા હોવાથી લોકોનું આકર્ષણ તેના તરફ વધ્યું છે જેના લીધે ફૂલોના વેપારીઓને અસર થઈ રહી છે આમ છતાં દિવાળીમાં સારો વેપાર થવાની આશા સેવી રહ્યા છે.

ભાવનગરમાં ફુલના વેપારીઓ જણાવી રહ્યાં છે કે ફુલના ભાવમાં રોજ બદલાવ આવી રહ્યો છે. હાલમાં હાલમાં બીજા રાજ્યોમાંથી ફૂલોની આવક થતી હોવાથી ફૂલોના ભાવ ઊંચા થયા છે. જેમાં ગલગોટા નાસિકના કિલોના ૮૦ થી ૧૦૦, ગુલાબના ફૂલ કિલોના ૧૫૦ થી ૨૦૦, સફેદ સેવાતી કિલોના ૧૪૦ થી ૨૦૦ અને પારસના ફૂલોના કિલોના ૪૦૦ થી ૫૦૦ સુધી પહોંચી ગયા છે. અને ઉચી ખરીદી થતી હોવાથી વેચાણ પણ મોઘું થતાં ગ્રાહકો પર અસર પડી રહી છે. અને લોકો સસ્તા નકલી પ્લાસ્ટિકના ફૂલો ખરીદી કરી રહ્યાં છે.

Next Article