ભરૂચમાં ગાઢ ધૂમમ્સ છવાયું, વિઝિબીલિટીમાં ઘટાડો થતા વાહનવ્યવહાર ધીમો થયો

ભરૂચમાં ગાઢ ધૂમમ્સ છવાયું, વિઝિબીલિટીમાં ઘટાડો થતા વાહનવ્યવહાર ધીમો થયો

ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો  તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી. ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના પગલે શહેરભરમાં ઠડીનો ચમકારો […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 15, 2020 | 11:25 AM

ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો  તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી.

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના પગલે શહેરભરમાં ઠડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણ થી ઠંડીમાં વધારો નોંધાયો છે.સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.

તાજેતરમાં જ કમોસમી વરસાદ ના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સેવી રહ્યા છે.માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati