પ્રવાસન ક્ષેત્રે બહુઆયામી વિકાસ દ્વારા ગુજરાતને પ્રવાસીઓની પ્રથમ પસંદ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : જીતુભાઈ વાઘાણી

|

Jul 28, 2022 | 1:22 PM

ડાંગમાં વરસાદના વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતા લોકો ડાંગ ના કુદરતી સૌંદર્ય ને માણવા દૂરદૂરથી અહીં આવી રહ્યા છે. ગીરાધોધ પણ તેનું નયન રમ્ય સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ ઉમટી રહયા છે.

પ્રવાસન ક્ષેત્રે બહુઆયામી વિકાસ દ્વારા ગુજરાતને પ્રવાસીઓની પ્રથમ પસંદ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ :  જીતુભાઈ વાઘાણી
Monsoon Festival 2022

Follow us on

આગામી 30 જુલાઇથી સાપુતારામાં  (Monsoon Festival) મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જે એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટિવલને મેઘમલ્હાર(Megh Malhar) નામ આપવામાં આવ્યું છે.  મોનસૂન ફેસ્ટિવલના પ્રારંભ પૂર્વે  ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આઈએસેસ આલોક પાંડેએ સાપુતારાની મુલાકાત લઇ ફેસ્ટિવલને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મહોત્સવ સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે બહુઆયામી વિકાસ કરી ગુજરાતને પ્રવાસીઓની પ્રથમ પસંદ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં આગામી તા.૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ કલાકે સાપુતારા(Saputara) ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ‘મેઘ મલ્હાર પર્વ’નું ઉદઘાટન કરાશે

વિવિધ પ્રવાસી સુવિધાઓનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ પ્રસંગે મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્પિથિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપિઝ, મોલ રોડના વિકાસની કામગીરી, પાર્કિંગ વ્યવસ્થા સહિતની પ્રવાસી સુવિધાઓ સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં દર શનિ-રવિ અને જાહેર રજાઓના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જન્માષ્ટમીના દિવસે દહીં-હાંડી સ્પર્ધા, રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવી રોચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વધુમાં ઉમેર્યું  હતું કે આર્ટ ગેલેરી, વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઈન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટિંગ, વારલી પેઈન્ટિંગ જેવી કલાત્મક પ્રવૃત્તિઓ, યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન જેવા અન્ય આકર્ષણો પણ પ્રવાસીઓ આ ફેસ્ટિવલમાં માણી શકાશે.

ડાંગમાં વરસાદના વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતા લોકો ડાંગ ના કુદરતી સૌંદર્ય ને માણવા દૂરદૂરથી અહીં આવી રહ્યા છે. ગીરાધોધ પણ તેનું નયન રમ્ય સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ ઉમટી રહયા છે. આ વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આલોક પાંડે સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોની પણ સમીક્ષા કરી હતી. અધિકારીએ દર વર્ષે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષવામાટે યોજાતા મોનસૂન ફેસ્ટિવલ માટેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.  શ્રાવણ માસના પ્રારંભ સાથે 30 જુલાઈથી સાપુતારા ખાતે એક માસ માટે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે આ વખતે મોનસૂન ફેસ્ટિવલ 2022 ને “મેઘમલ્હાર ફેસ્ટિવલ” નામ આપવામાં આવ્યું છે.

Published On - 1:22 pm, Thu, 28 July 22

Next Article