દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળોની કાયાપલટ થશે, ડાંગમાં મોન્સૂન ફેસ્ટિવલ 2022 માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઈ
તાજેતરના ભારે વરસાદનાકારણે સાપુતારા જતા માર્ગ ઉપર જમીન ધસી પડતા પ્રવાસીઓની અવર - જવર અટકી પડી હતી. તંત્રએ યુદ્ધના સ્તરે સમારકામ હાથ ધરી સ્થિતિ સામાન્ય બનાવી છે .
ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આલોક પાંડે દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આલોક પાંડેએ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) અને નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક ની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આલોક પાંડે પ્રવાસન સ્થળોએ ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. ડાંગમાં ચોમાસા દરમ્યાન અહીંનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે.દરવર્ષે વર્ષ ઋતુ દરમ્યાન કુદરતીના નયનરમ્ય સ્વરૂપને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસયો ઉમટે છે. કોરોનનો કહેર ઓછો થયા પછી ચાલુ વર્ષે પ્રવાસીઓના મુખ્ય આકર્ષણ સમાન મોનસૂન ફેસ્ટિવલની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નવસારીમાં પૂરના કારણે જનજીવન ખોરવાયું હતું
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાજેતરમાં નવસારીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અડધું નગર પાણીમાં ડૂબ્યું હતું તો વરસાદી પાણીના કારૅણે જિલ્લામાં ઘણા ગ્રામ્ય વિસ્તાર અને નેશનલ હાઈવેને પણ નુકસાન પહોંચ્યું હતું. ભારે વરસાદ પછી પૂર્ણા , અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
ડાંગનું કુદરતી સૌંદ્રય ખીલી ઉઠ્યું
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પ્રવાસીઓમાં મજા પડી ગઈ હતી. તાજેતરના ભારે વરસાદનાકારણે સાપુતારા જતા માર્ગ ઉપર જમીન ધસી પડતા પ્રવાસીઓની અવર – જવર અટકી પડી હતી. તંત્રએ યુદ્ધના સ્તરે સમારકામ હાથ ધરી સ્થિતિ સામાન્ય બનાવી છે . હવે પૂરનો પ્રકોપ ઓછો થતા સ્થિતિ સામાન્ય થતા લોકો ડાંગ ના કુદરતી સૌંદર્ય ને માણવા દૂરદૂરથી અહીં પહોંચી રહ્યા છે. ગીરાધોધ પણ તેનું નયન રમ્ય સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આલોક પાંડે સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. અધિકારીએ દર વર્ષે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષવામાટે યોજાતા મોનસૂન ફેસ્ટિવલ માટેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. એમડી પાંડે એ જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રારંભ સાથે 30 જુલાઈથી સાપુતારા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એક માસ માટે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે આ વખતે મોનસૂન ફેસ્ટિવલ 2022 ને “મેઘમલ્હાર ફેસ્ટિવલ” નામ આપવામાં આવ્યું છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ખાતે સામન્ય વર્ગના લોકો માટે બનવવામાં આવેલ વિસામો વિવાદના અંતે કોર્ટના આદેશ બાદ ફરી શરૂ થતા સાપુતારામાં સામાન્ય પ્રજાને સસ્તા દરે રહેવા માટે સુવિધા પણ ઉપલબ્ધ થશે.
અતિવૃષ્ટિ બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
તાજેતરના સમયમાં ત્રણ-ચાર દિવસ ડાંગમાં ભારે વરસાદ ખાબક્યો હતો. અતિભારે વરસાદના કારણે રસ્તા બિસમાર બનવા સાથે ધોવાણના દ્રશ્યો સર્જાયા હતા. બે દિવસ સુધી ગિરિમથક સાપુતારાનો ગુજરાત સાથે સંપર્ક પણ તૂટ્યો હતો. ઘણી જગ્યાએ જમીન ધસી પાડવાના બનાવ બન્યા હતા. અતિવૃષ્ટિના કારણે જિલ્લાભરમાં ડુંગર ઉપરથી ભેખડો ધસી પડી હતી તો કોઝવે ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા હતા.