Saputara: શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ સાપુતારામાં સાઈકલ રાઈડની માણી મજા
સાપુતારામાં (Saputara )આવેલ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઇબ્રેરીનું છાત્રાર્પણ કરવા આવેલા રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ ડાંગના પ્રમુખ અને ધારાસભ્ય સાથે સાપુતારામાં ફરવાની મજા લીધી હતી.
આમ તો ગુજરાતની (Gujarat) શાળાઓમાં વેકેશનનો (Vacation) માહોલ પૂર્ણ થઈ ગયો છે અને શાળાઓ શરૂ થઈ જતા તમામ બાળકો(Children ) શૈક્ષિણક કાર્યમાં જોતરાઈ ગયા છે પણ શિક્ષણ મંત્રી હાલ વેકેશનના મૂડમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી તાજેતરમાં જ સાપુતારાની મુલાકાત હતી. જ્યાં તેઓએ તમામ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સાપુતારામાં ફરવાની ભરપૂર મજા માણી હતી.
ગિરિમથક સાપુતારામાં સાંદિપની વિદ્યા સંકુલમાં સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનું છાત્રાર્પણ કરવા આવેલ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાયબ્રેરીનું છાત્રાર્પણ કર્યા બાદ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત, ડાંગ ધારાસભ્ય વિજય પટેલ સાથે ગિરિમથકના આહલાદક સૌંદર્યને માણવા વિવિધ પોઇન્ટ ઉપર ફર્યા હતા.
જ્યાં સર્પગંગા તળાવ નજીક ડબલ સવારી સાયકલની મજા માણી હતી, સાયકલ ચલાવતા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની પાછળ મંગળ ગાવિત બેઠા હતા, જ્યારે અન્ય સાયકલ ઉપર ધારાસભ્ય વિજય પટેલ પણ સાપુતારાની સેર કરવા જતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે.
નોંધનીય છે કે ચોમાસાની સીઝનમાં સાપુતારા, ડાંગ એ દક્ષિણ ગુજરાતની એવી જગ્યા છે, જ્યાં વાતાવરણ ખુબ આહલાદક બની જતું હોય છે. લોકો દૂર દૂરથી અહીં હરવા ફરવા માટે જરૂર આવે છે અને કુદરતી સાનિંધ્યની મજા માણે છે. સામાન્ય રીતે વેકેશનમાં લોકો પુરા પરિવાર સાથે અહીં ફરવાનો આનંદ ઉઠાવે છે.
ત્યારે સાપુતારામાં આવેલ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનું છાત્રાર્પણ કરવા આવેલા રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ ડાંગના પ્રમુખ અને ધારાસભ્ય સાથે સાપુતારામાં ફરવાની મજા લીધી હતી. અહીં સાઇકલ રાઈડ પણ ખુબ પ્રખ્યાત છે. ત્યારે જીતુ વાઘાણીએ પણ જાતે જ સાઇકલ ચલાવીને આનંદ લીધો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
Input by Ronak Jani