ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, વરસાદના પગલે ડાંગના અનેક ધોધ થયા સક્રીય, જુઓ VIDEO

|

Jun 27, 2022 | 10:54 PM

ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના આહવા, વઘઇ, સાપુતારામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ડાંગના અનેક ધોધ સક્રીય થઈ ગયા છે.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, વરસાદના પગલે ડાંગના અનેક ધોધ થયા સક્રીય, જુઓ VIDEO
Heavy rains in Dang

Follow us on

Dang: ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના આહવા, વઘઇ, સાપુતારામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ડાંગના અનેક ધોધ સક્રીય થઈ ગયા છે. વરસાદ વરસતાની સાથે જ પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે અને નયનરમ્ય નાજારાઓ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 28 અને 29 જૂને સામાન્ય વરસાદ રહ્યા બાદ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.

Next Article