પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે ભાજપના નેતાઓ પહેલીવાર આદિવાસીઓના સમર્થનમાં આવ્યા
પાર-તાપી-નર્મદા રીવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે, જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે, જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠનો કરી રહ્યાં છે
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે ભાજપના નેતાઓએ પહેલીવાર આપ્યું સમર્થનમાં આવ્યા છે અને જાહેરમાં નિવેદન આપ્યું છે. ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી જીતુભાઈ પટેલ, ધારસભ્ય વિજય પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ વિસ્થાપિતોના પ્રશ્નને લઈને સ્થાનિક લોકો સાથે હોવાનું કહ્યું હતું.
મંત્રી જીતુભાઇ પટેલે કહ્યું કે કોઇએ વિસ્થાપિત થવાની ચિંતા કરવાની નથી, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી તરીકે આ યોજનાનો અભ્યાસ કરીને યોગ્ય રીતે આયોજન કરવા સરકારનું ધ્યાન દોરીશું. જિલ્લા પંચાયતના પ્રમુખ અને માજી ધારસભ્ય મંગળ ગાવીતે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના છે, પણ જ્યારે વિસ્થાપિતોનો પ્રશ્ન આવશે કે ડૂબાણનો પ્રશ્ન આવશે ત્યારે ડાંગની પ્રજાની પડખે રહી તેને બચાવવાનો પ્રયત્ન કરીશું.
પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે સ્થાનિક લોકોએ આંદોલન છેડયું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી એક થઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓએ પણ સ્થાનિક પ્રજા સાથે હોવાનું પહેલી વાર જાહેરમાં દર્શાવ્યું છે.
પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે.
લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાત ના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, પાર-તાપી-નર્મદા લિંકીંગ પ્રોજેક્ટ ના વિરોધમાં લડવા માટે પચ્ચીસ સભ્યોની એક મહત્ત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી છે અને ગામેગામ વિરોધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે.
ગયા બુધવારે વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે. જેમાં ત્રણ મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન માટે જામલાપાડા ખાતે મળેલી શરૂઆતની પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આદિવાસી સમાજને આશ્વાસન આપતા જણાવ્યું હતુ કે 2005માં કોંગ્રેસની મનમોહનસિંહ સરકારમાં પાર તાપી રીવર લિંકીંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે
આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ