Dang: જંગલને બચાવવાનો જુસ્સો, સૂર્યનો તાપ અને આગમી ગરમી વચ્ચે સતત 3 થી 4 કલાકની મહેનત કરીને દાવાનળને કાબુમાં કર્યો

ડાંગ (Dang) જિલ્લાના વઘઇ રેન્જ ફોરેસ્ટ (forest) વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી આગ (fire) લાગી હતી જેના પગલે વનવિભાગના અધિકારી અને સ્ટાફ આગ ઓલવવાના કામે લાગ્યા. ખુદ રેંજ ફોરેસ્ટ અધિકારી ડુંગર ઉપર ચઢીને વન કર્મીઓ સાથે આગ ઓલવવા કામે લાગ્યા. જ્યાં Tv9 ની ટીમ સતત સાથે રહી અને એ તાગ મેળવવાનો પ્રયાસ કર્યો કે આખરે સતત […]

Dang: જંગલને બચાવવાનો જુસ્સો, સૂર્યનો તાપ અને આગમી ગરમી વચ્ચે સતત 3 થી 4 કલાકની મહેનત કરીને દાવાનળને કાબુમાં કર્યો
Dang wildfire control
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 12:22 PM

ડાંગ (Dang) જિલ્લાના વઘઇ રેન્જ ફોરેસ્ટ (forest) વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી આગ (fire) લાગી હતી જેના પગલે વનવિભાગના અધિકારી અને સ્ટાફ આગ ઓલવવાના કામે લાગ્યા. ખુદ રેંજ ફોરેસ્ટ અધિકારી ડુંગર ઉપર ચઢીને વન કર્મીઓ સાથે આગ ઓલવવા કામે લાગ્યા. જ્યાં Tv9 ની ટીમ સતત સાથે રહી અને એ તાગ મેળવવાનો પ્રયાસ કર્યો કે આખરે સતત 3 થી 4 કલાક સુધી જંગલમાં ડુંગરની ઉપર ચડીને આગને કાબુમાં લેવા આ અધિકારી અને કર્મચારીઓ ભર તડકો અને આગની ગરમીમાં ભાગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. ભર ગરમી વચ્ચે ઉમેરાયેલી આ આગની ગરમીમાં ભઠ્ઠી જેવા વાતાવરણમાં આ વન કર્મીઓની મહેનત દાદ માંગે તેવી હતી. જોકે ભારે જહેમત બાદ મોડી રાતે 9 વાગે વન વિભાગના માણસોને આગ ઓલવવામાં સફળતા મળી હતી.

સામગહાન ગામને અડીને આવેલા જંગલમાં આગ લાગતા લોકો ભયભીત થયા હતા ત્યારે ખુબ જ ઝડપથી 2 કિલોમીટરના દુર્ગમ પર્વત ઉપર આ ટીમ પહોંચી હતી. પ્રથમ બ્લોઅર અને ત્યાર બાદ ઝાડની ડાળીની મદદથી આગને સૂકા પાનથી દૂર કરીને આગને ફેલાવતી અટકાવવામાં આવી હતી. આગ બુઝાવવાની આ જહેમતભરી કામગીરીને જોતાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

દુર્ગમ પહાડોમાં આગ બુજાવતા વનકર્મીઓને જોઈને લાગે છે કે ડાંગમાં જંગલ બચ્યું હોય તો જંગલ ખાતાના આવા અધિકારી અને તેમના માણસોના પ્રયત્નોથી બચ્યું છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી સૌ નાગરિકોની છે પરંતુ તેમાં આપણે ક્યાંકને ક્યાંક ઊણા ઉતરતા હોઈએ છીએ પરંતુ આ વનકર્મીઓ કપરાં સંજોગોમનાં પણ તેમની ફરજ બજાવી પર્યાવરણનું દિવસ રાત રક્ષણ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને બિરદાવવાની સાથે આપણને પણ એક પ્રેરણા મળી શકે એમ છે કે આપણે ભલે તેમની જેમ જંગલમાં જઈને કામગીરી ન કરીએ પરંતુ આપણી આસપાસ સફાઈ જાળવી, વૃક્ષો રોપી, હરિયાળી જાળવવાના અને તેને વધારવાના પ્રયત્નો કરતાં રહેવું જોઈએ.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ પણ વાંચોઃ Arvalli: તસ્કરોનો આંતક, ભિલોડાના નાપડામાં પરિવાર બહાર સુતા રહ્યા અને ઘરમાંથી ઘૂસેલા નિશાચરોએ 12 લાખની ચોરી આચરી

આ પણ વાંચોઃ Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">