Dang : સાપુતારામાં ખાદ્યપદાર્થોના પેકેટમાંથી જીવાત નીકળી, બજારમાં વેચાતી ચીજવસ્તુની હલકી ગુણવત્તાને લઈ પ્રર્યટકોમાં નારાજગી

|

Jul 27, 2022 | 1:08 PM

સમગ્ર મામલે શીતલ અને એના પરિવારજનોએ  દુકાન સંચાલકને આ બાબતની ફરિયાદ કરી હતો. જોકે દુકાનદારે પેકીંગવાળો માલસામાન આવતો હોવાનું અને તે સીધા વેંચતા હોવાનો બચાવ કર્યો હતો.

Dang : સાપુતારામાં ખાદ્યપદાર્થોના પેકેટમાંથી જીવાત નીકળી, બજારમાં વેચાતી ચીજવસ્તુની હલકી ગુણવત્તાને લઈ પ્રર્યટકોમાં નારાજગી
Be careful when shopping at a tourist destination

Follow us on

રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પ્રવાસન સ્થળની મુલાકાતે  આવતા પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખી સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પૂરતું ધ્યાન પણ રાખે છે. ગિરિમથક ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓ છેતરપિંડીનો શિકાર બનતા હોવાની પણ ઘણીવાર ફરિયાદ ઉઠે છે. બજારમાં હલકી ગુણવત્તાવાળા માલ સામાન અને ખાદ્યપ્રદાર્થના વેચાણની બૂમો ઉઠી છે.

કેટલાક વેપારીઓ હલકી ગુણવવતાની વસ્તુઓ વેચીને વધુ રૂપિયા કમાવવાના પ્રયાસ  સામે સ્થાનિક વેપારીઓમાં પણ રોષની લાગણી  છે. નવસારીથી સાપુતારા ફરવા ગયેલા  શીતલ પટેલના જણાવ્યા અનુસાર તેઓ પરિવાર અને મિત્ર મંડળ માટે જેલી ચોકલેટ અને અંજીર ડ્રાયફ્રુટ રોલ ખરીદ્યા હતા.  શીતલ દુકાનમાજ પકેટ ખોલતા તેમાં જીવાત નજરે  પડી હતી. શીતલના જણાવ્યા મુજબ 250 ગ્રામ અંજીર રોલ નું પકેટ જેની કિંમત 220 રૂપિયા છે તેની મેન્યુફેક્ચરિંગ એટલેકે પેકિંગ ડેટ જૂન 2022 હતી તેની એક્સપાઈરી ડેટ પસાર થઇ ન હતી છતાં નિમ્ન ગુણવત્તાના કારણે આવું બન્યું હોવાનો તેમણે  આક્ષેપ કર્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સમગ્ર મામલે શીતલ અને એના પરિવારજનોએ  દુકાન સંચાલકને આ બાબતની ફરિયાદ કરી હતો. જોકે દુકાનદારે પેકીંગવાળો માલસામાન આવતો હોવાનું અને તે સીધા વેંચતા હોવાનો બચાવ કર્યો હતો. દુકાનદારે નવું પેકેટ બદલી આપ્યું હતું જે પણ ખોલવામાં આવતા આ  પેકિંગમાં જીવાત દેખાતી હોય ગભરાટમાં વેપારીએ સમાન આપવાનો ઇન્કાર કરી પૈસા પાછા આપી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રવાસન સ્થળ કે યાત્રાધામના પ્રવાસ દરમ્યાન પર્યટકો જે તે સ્થળની યાદગીરી અને ત્યાંની ઓળખ સમાન ચીજ પરિચિતોને ભેટ સ્વરૂપે આપવા ખરીદતા હોય છે. લોકોની ઊંચી માંગના કારણે વધુ કિંમત વસુલવામાં આવતી હોવાના કિસ્સા સામાન્ય છે પરંતુ ખરીદાર દૂરના અંતરેથી ફરવા આવ્યો હોય છે જે હલકી ગુણવત્તાની ફરિયાદ કરવા પરત આવવાનો ન હોવાનું સ્પષ્ટ ખ્યાલમાં હોવાથી વેપારીઓ ગુણવત્તા ઉપર ભાર આપવામાં આવતું નથી.

પર્યટક ઘરે જઈ જયારે પેકેટ ખોલે છે ત્યારે તેને હલકી ગુણવત્તાનો અને છેતરાયાનો અહેસાસ થાય છે. નવસારીના પ્રવાસી શીતલ પટેલ દુકાનમાં પેકેટ ખોલતા ભાંડો ફૂટ્યો હતો.

Published On - 1:06 pm, Wed, 27 July 22

Next Article