AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang: સાપુતારામાં Monsoon Festivalનો થયો પ્રારંભ, એક મહિના દરમિયાન પ્રવાસીઓ અનેક વિશેષ કાર્યક્રમોનો લ્હાવો લઇ શકશે

સતત એક મહિનો ચાલનારા 'મેઘમલ્હાર પર્વ' (Monsoon festival) દરમિયાન પર્યટકોને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક એક્ટિવિટી સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પણ લ્હાવો પણ સહેલાણીઓને મળશે.

Dang: સાપુતારામાં Monsoon Festivalનો થયો પ્રારંભ, એક મહિના દરમિયાન પ્રવાસીઓ અનેક વિશેષ કાર્યક્રમોનો લ્હાવો લઇ શકશે
સાપુતારામાં 'મેઘમલ્હાર પર્વ'નો પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 10:55 AM
Share

ડાંગ (Dang) જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં (Saputara) આજથી ‘મેઘમલ્હાર પર્વ’ (Monsoon Festival)નો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદી (Minister Purnesh Modi)  દ્વારા ‘મેઘમલ્હાર પર્વ’નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ ‘મેઘમલ્હાર પર્વ’ને લઇને સમગ્ર સાપુતારાને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પર્યટકોને આકર્ષવા માટે વિવિધ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સાપુતારામાં અન્ય આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. ગિરિમથક સાપુતારામાં આજથી એક મહિના માટે આ ‘મેઘમલ્હાર પર્વ’ યોજાશે.

મેઘ મલ્હાર પર્વ-2022ના પ્રારંભ સાથે સાપુતારામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત રુ. 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનુ પણ લોકાર્પણ કરાર્યુ. તે પૂર્વે રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાઇ. આ સાથે જ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો.

સતત એક મહિવો ચાલનારા ‘મેઘમલ્હાર પર્વ’ દરમિયાન પર્યટકોને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક એક્ટિવિટી સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પણ લ્હાવો પણ સહેલાણીઓને મળશે. ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. 19 ઓગસ્ટ 2022ના જન્માષ્ટમીના પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે.

આ ઉપરાંત સમગ્ર પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

મહત્વનું છે કે, બોટિંગ હાઉસના પટાંગણમા આયોજિત મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ) ના ઉદ્ઘાટન સમારોહમાં, રાજ્યના પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, માર્ગ મકાન, અને વાહન વ્યવહાર મંત્રી પૂરણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી-વ-ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, પ્રવાસન, યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયન, અને વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે.

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">