AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang: પૂરનું પાણી ઓસરતાં પાંચ લોકોનાં મૃતદેહ મળી આવ્યા, આહવા તાલુકામાંથી 3 અને સુબીર તાલુકામાંથી 2 મૃતદેહ મળી આવ્યા

Dang: પૂરનું પાણી ઓસરતાં પાંચ લોકોનાં મૃતદેહ મળી આવ્યા, આહવા તાલુકામાંથી 3 અને સુબીર તાલુકામાંથી 2 મૃતદેહ મળી આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:48 AM
Share

ગમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. પૂર્ણા નદીનું પાણી ઓસરતાં 5 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. જેમાં આહવા તાલુકામાંથી 3 અને સુબીર તાલુકામાંથી 2 મૃતદેહ મળ્યા છે.

Dang: ડાંગમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. પૂર્ણા નદીનું પાણી ઓસરતાં 5 લોકોનાં મૃતદેહ (dead body) મળી આવ્યા છે. જેમાં આહવા તાલુકામાંથી 3 અને સુબીર તાલુકામાંથી 2 મૃતદેહ મળ્યા છે. પાંચમાંથી 3 મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. જેમાં 56 વર્ષના ઈંદર પવાર, 36 વર્ષના નવલ પાટીલ અને 13 વર્ષના રોહિત દિવાનનો સમાવેશ થાય છે. પૂર્ણા નદીનું પાણી ઓસરતાં જ હવે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મેઘરાજાએ વિરામ લેતાં ગાંડીતૂર બનેલી નદીઓ હવે શાંત થઈ છે. જોકે પૂરમાં કેટલી જાનહાનિ થઈ છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, જિલ્લામાં ભારે વરસાદથી 49 ગામો પ્રભાવિત થયા છે. હાલ બંધ માર્ગોને ખુલ્લા કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે 11 ટીમની રચના કરીને 15 જેસીબી, 7 ટ્રેકટર, 65 લેબર્સ કામે લાગાડ્યા છે.

રાજ્યના જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ

ગુજરાતની જનતાને પાણી માટે હવે નહીં મારવા પડે વલખાં. કેમ કે ચોમાસું હજુ તો અડધું પણ નથી થયું અને રાજ્યના જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યમાં મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 27 જળાશયો એવા છે કે જે 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે 41 ટકા ડેમ 70 ટકાથી 100 ટકા જેટલા ભરાયા છે.

 

Published on: Jul 17, 2022 07:37 AM
g clip-path="url(#clip0_868_265)">