Dang : વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી
'સખી મેળા' મા જિલ્લાના સખી મંડળોની બહેનો દ્વારા આત્મનિર્ભર બનવાની દિશામા હાથ ધરેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળના પરિસરમા તૈયાર કરાયેલા 'વંદે ગુજરાત' પ્રદર્શન અને 'સખી મેળા' ની મુલાકાત મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી.
છેલ્લા 20 વર્ષના વિકાસની તસ્વીર રજૂ કરતા ‘વંદે ગુજરાત’ પ્રદર્શનની ડાંગ(Dang)ના આહવા ખાતે છેલ્લા દિવસે પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આહવા ખાતે તા.15 થી 21 જૂન 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત પ્રદર્શન’ અને ‘સખી મેળા’ની મુલાકાત લેતા મંત્રી નરેશભાઈ પટેલે રાજ્ય સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમોનો પરિચય પ્રદર્શનના માધ્યમથી કરાવ્યા બાદ આગામી તા.૪થી જુલાઈથી ગુજરાતના ગામડાઓમા ભ્રમણ કરનારા ‘વંદે ગુજરાત વિકાસ રથ’ના કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપી હતી.
‘સખી મેળા’ મા જિલ્લાના સખી મંડળોની બહેનો દ્વારા આત્મનિર્ભર બનવાની દિશામા હાથ ધરેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળના પરિસરમા તૈયાર કરાયેલા ‘વંદે ગુજરાત’ પ્રદર્શન અને ‘સખી મેળા’ ની મુલાકાત મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી.
છેલ્લા વીસ વર્ષોમા ગુજરાતમા શાંતિમય વાતાવરણ છે. આ ઉપરાંત દુકાળને નર્મદાના નીરે ભૂતકાળ બનાવી દીધા છે. આજે દેશનુ મેડીકલ હબ ગુજરાત છે તો દેશનુ ડીફેન્સ હબ પણ ગુજરાત છે અને ગુજરાતમાં આકર્ષક ટુરીઝમ ડેસ્ટીનેશન પણ છે. આપત્તિને અવસરમા પલટીને કચ્છનુ પુનર્વસન ગુજરાતે કર્યું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ પણ અહીં આવેલા છે. દેશનુ પહેલુ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ, દેશનુ પહેલુ ઓપરેશનલ સ્માર્ટ સિટી, અને વર્લ્ડ કલાસ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર ગુજરાતમા છે. અનેક ગૌરવાન્વિત કરતી બાબતો ‘વંદે ગુજરાત’ પ્રદર્શનમા આકર્ષક ફોટોગ્રાફ્સ, કટઆઉટના માધ્યમથી ડિસ્પ્લે કરવામા આવી છે. જેનો મોટી સંખ્યામાં લોકોએ સપ્તાહ દરમિયાન લાભ લીધો હતો.
‘વંદે ગુજરાત’ પ્રદર્શનીના માધ્યમથી 20 વર્ષ અગાઉનુ ગુજરાત અને ૨૦ વર્ષના પરિશ્રમ બાદ હાલના ગુજરાતની બદલાયેલી તસવીર પ્રજાજનો સમક્ષ રજુ કરવામા આવી હતી. આ ઝાંખીઓમાં દેશના આઝાદી કાળથી વરસાદ ઉપર નિર્ભર રહેતા ગુજરાતના આત્મનિર્ભર ખેડૂત, શ્વેતક્રાંતિ તરફ અગ્રેસર પશુપાલક, અંધારિયા ગામોને વીજળીથી ઝળહળતા કરવાની ગાથા તો શિક્ષણ અને જળનુ અસરકારક વ્યવસ્થાપન સહિતની તસ્વીર પ્રજાજનો સમક્ષ રજૂ કરવામા આવી હતી.
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલની આ મુલાકાત વેળા તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો દશરથભાઇ પવાર, ગીરીશભાઈ મોદી, રમેશભાઈ ચૌધરી, પ્રવીણ આહિરે, સૂમનબેન દળવી, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, આદિજાતિ વિકાસ અધિકારી આર.એ.કનુજા વિગેરે જોડાયા હતા.