AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DAHOD : ફૂડ પોઈઝનીંગ કેસમાં વધુ 2 લોકોના મૃત્યુ, અત્યાર સુધીમાં કુલ 6 મૃત્યુ થયા

Dahod food poisoning case : 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું. જેમાંથી બેની સ્થિતિ ગંભીર હતી. જેનું મંગળવારે અવસાન થયું હતું.

DAHOD : ફૂડ પોઈઝનીંગ કેસમાં વધુ 2 લોકોના મૃત્યુ, અત્યાર સુધીમાં કુલ 6 મૃત્યુ થયા
Dahod food poisoning case
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 7:25 AM
Share

DAHOD : ગુજરાતના દાહોદ જિલ્લામાં મંગળવારે ફૂડ પોઈઝનીંગ કેસમાં વધુ બે લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આદિવાસી બહુમતીવાળા ભુલવણ ગામમાં નવ દિવસીય ધાર્મિક ઉત્સવ પૂર્ણ થયા બાદ સોમવારે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચાર લોકો ખોરાક ખાધા પછી મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું. જેમાંથી બેની સ્થિતિ ગંભીર હતી. જેનું મંગળવારે અવસાન થયું હતું.

પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું કે આ કેસમાં મંગળવારે વધુ બે ગ્રામજનોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે. તેમણે કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને ઝેરનું સ્વરૂપ જાણવા માટે ફોરેન્સિક પરીક્ષા માટે વિસેરા અને અન્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

વિસેરા રિપોર્ટથી પડદો હટશે જોયસરે જણાવ્યું હતું કે ગામલોકોએ જે કંઈ ખાધું હશે તેમાં જંતુનાશક તત્વો મળી શકે છે તે વાતનો અમે ઈન્કાર કરી શકતા નથી. માત્ર વિસેરા રિપોર્ટ જ ચોક્કસ કારણ નક્કી કરવામાં મદદ કરી શકે છે. અમે હજુ આ ઘટના અંગે ગ્રામજનોની પૂછપરછ કરવાની બાકી છે, પરંતુ તેઓ હજુ પણ શોકમાં છે અને ઝેરની અસરથી સાજા થઈ રહ્યા છે.

9 લોકોની હાલત સ્થિર પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સોમવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોએ ગામમાં સર્વે કર્યો અને નવ લોકોને સમયસર હોસ્પિટલમાં દાખલ કરાવીને બચાવવામાં સફળ રહી. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ 9 લોકોની હાલત હાલમાં સ્થિર છે.

ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે ગુજરાતના ધાનેરા ગામમાં 4 મહિના પહેલા ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. ધાનેરાના કુંડી ગામમાં કુલ 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત થયા હતા. જ્યારે 4 દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ANAND : વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કૃષિક્ષેત્રે 2359 કરોડના MOU થયા

આ પણ વાંચો :  AHMEDABAD : હાઇકોર્ટના આદેશ બાદ પણ સામાન પરત ન કરતા લારીગલ્લા અને પાથરણા સંઘનો AMCના ગોડાઉન ખાતે હોબાળો

g clip-path="url(#clip0_868_265)">