ચૂંટણી પહેલા મિશન આદિવાસી વોટબેંક અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આરપાર ! ભાજપનું રાજ્યભરમાં 27 સ્થાન પર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન

|

Aug 09, 2022 | 2:09 PM

વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) અંતર્ગત ભાજપ (BJP) દ્વારા આદિવાસીઓને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક વિકાસકામોનુ લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે.

ચૂંટણી પહેલા મિશન આદિવાસી વોટબેંક અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આરપાર ! ભાજપનું રાજ્યભરમાં 27 સ્થાન પર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન
રાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

Follow us on

આજથી ભાજપ સરકારનું  (BJP Government) મિશન આદિવાસી શરૂ થયું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં 27 સ્થાન પર વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day) ઉજવણી કરવામાં આવી. જ્યાં 27 સ્થાનો પર રાજ્ય 27 પ્રધાન ઉપસ્થિત રહ્યા. તેમજ ઉજવણીમાં ભાગ લીધો. ત્યારે ઝાલોદ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમની સાથે રાજ્યના આદિજાતી વિકાસ પ્રધાન નરેશ પટેલ (Tribal Development Minister Naresh Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિકાસના કામોનું લોકાર્પણ કરાયું.

વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત તમામ પ્રધાનો આદિવાસી વિસ્તારમાં જશે તેઓ આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરી રહ્યા છે. સાથે જ દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવા અંગે વાતચીત કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ નિમા આચાર્ય ખેડબ્રહ્મા પહોંચ્યા, તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ભિલોડા, પ્રદીપ પરમાર નિઝર અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી માંગરોળ પહોંચ્યા હતા. આ રીતે તમામ 27 આદિવાસી બેઠકો પર પ્રધાન મંડળના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્યભરમાં આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરવામાં આવી. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ બાબતે આદિવાસી સમુદાયને માહિતગાર કરવામાં આવ્યા. આ સાથે દેશને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવા અંગે પણ માહિતી આપવામાં આવી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત ભાજપ દ્વારા આદિવાસીઓને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક વિકાસકામોનુ લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે. ઉપરાંત સરકારની અનેક યોજના અંતર્ગત સહાય વિતરણ પણ કરવામાં આવ્યા. જેમા 90 કરોડ રૂપિયાના 75 આવાસોના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે, વન અધિકારી અધિનિયમ અંતર્ગત 1100 અધિકાર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું, સિકલ સેલના 6 હજાર દર્દીઓને 3.6 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું, ઉપરાંત 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને શિષ્યવૃતિના 160 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

આદિવાસી વોટબેંકને આકર્ષવા વિપક્ષ પણ મેદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી વોટબેંકને આકર્ષવા તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. શન આદિવાસીને (Tribal Mission) લઈને TV9એ આદિજાતી વિકાસ પ્રધાન નરેશ પટેલ (naresh patel)સાથે વાતચીત કરી.જ્યારે નરેશ પટેલને આદિવાસી વોટબેન્ક વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર માત્ર ચૂંટણીના (Gujarat Assembly election) પરિપેક્ષમાં જ ઉજવણી નથી કરતી.વિપક્ષ પણ આદિવાસી મતો અંકે કરવા માટે કમર કસી રહ્યા છે. BTPનું આમ આદમી પાર્ટીની સાથે આવું અને કોંગ્રેસનું આદિવાસી વિસ્તારોમાં યાત્રા કાઢવી સૂચવે છે કે પક્ષ કોઈ પણ હોય પણ તમામ પક્ષ માટે આદિવાસી મતદારોને વિશ્વાસમાં લેવા જરૂરી બની જાય છે. જોકે વિપક્ષના પ્રયાસ પર ભાજપે પ્રહાર કર્યા હતા.

તમામ પક્ષોની આદિવાસી વોટબેંક પર નજર

અગાઉ PM મોદી પણ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદમાં રેલી કરી હજારો કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતુ. તો કોંગ્રેસ દ્વારા આદિવાસી સંમેલન શરૂ કરાયુ હતુ. જેમા રાહુલ ગાંધીએ દાહોદમાં સત્યાગ્રહ સભા સંબોધી હતી, જેમા પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગર જિલ્લાના આદિવાસીઓએ હાજર રહ્યા હતા તો ભાજપે પણ નવસારીના ચીખલીમાં આદિવાસી ગૌરવ સંમેલન યોજ્યુ હતુ જેનુ નામ બદલીને પાછળથી સમરસતા સંમેલન કરી દેવાયુ હતુ. આદિવાસી મતબેંકને રિઝવવામાં આમ આદમી પાર્ટી પણ ક્યાંય પાછળ નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં BTP એ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા માટે મથામણ કરી રહ્યો છે.એક તરફ AAP એ નવો ચીલો ચીતરીને સૌપ્રથમ વાર આટલા મહિના અગાઉ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે,તો બીજી બાજુ ભાજપ પણ મતદારોને રીઝવવા કમર કસી રહ્યું છે.જેના ભાગ રૂપે હાલ આદિવાસી મતદારોને રીઝવવા ભાજપના નેતાઓ કામે લાગ્યા છે.

આ ચૂંટણીમાં આદિવાસી વોટબેંક પર સહુ કોઈની નજર છે ગઈકાલે 7 ઓગષ્ટે જ અરવિંદ કેજરીવાલે છોટાઉદેપુરના બોડેલીમાં ચૂંટણી સભા કરી હતી જેમા આપની સરકાર બનશે તો બંધારણના 5 શેડ્યુલમાં આદિવાસીઓ માટે જે અલગ વ્યવસ્થા છે તેમને સંપૂર્ણપણે લાગુ કરશે તેમજ પેસા કાનુન (PESA ACT) લાગુ કરવાની જાહેરાત કરી હતી.

શું છે આદિવાસી વોટબેંકનું ગણિત ?

વિધાનસભાની 182 માંથી 27 બેઠકો આદિવાસી માટે અનામત છે. ખાસ કરીને દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા અરવલ્લી અને છોટાઉદેપુર, ભરૂચ અને તાપી જિલ્લા સહિતના વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી વધુ છે. કુલ 40 વિધાનસભા બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે BTP સાથે ગઠબંધન કર્યુ હતું. જો કે 2022ની ચૂંટણીમાં BTP એ આપ સાથે ગઠબંધન કર્યુ છે. તો વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે રાજકીય પાર્ટીઓ આદિવાસી વિસ્તારમાં ફરી સક્રિય થઈ છે.

આદિવાસી મતદાર ધરાવતી 40 બેઠકો પૈકી 27 બેઠકો આદિવાસી માટે અનામત છે. જેમાં 27 બેઠક પૈકી 12 બેઠક કોંગ્રેસ પાસે છે. 13 ભાજપ પાસે અને 2 બીટીપીની છે. બીટીપી સાથે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે બાકીની 13 બેઠક પર આદિવાસી મત નિર્ણાયક સાબિત થશે.

Published On - 1:22 pm, Tue, 9 August 22

Next Article