Dahod : પુત્રએ કર્યુ સંબંધોનું ખૂન, પિતાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

|

Jun 22, 2022 | 4:32 PM

મૃતકના ભત્રીજા બાબુ ગમજી નાયકે દેવગઢબારીઆ (Devgadhbaria) પોલીસને જાણ કરતા DYSP સહીતનો કાફલો બેણા ગામે દોડી ગયેલ અને આ અંગે ભારત બચુભાઈ નાયક વિરુદ્ધ હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Dahod : પુત્રએ કર્યુ સંબંધોનું ખૂન, પિતાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા
Murder (Symbolic Image)

Follow us on

ફરી એકવાર સંબંધોની હત્યા થયાનું સામે આવ્યુ છે. દાહોદ (Dahod)  જિલ્લાના દેવગઢબારીઆના (Devgadhbaria) બૈણા ગામે પુત્રએ પિતાની હત્યા કરી છે. નજીવી બાબતે પિતા-પુત્ર વચ્ચે તકરાર થતા પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને તીક્ષ્ણ હથિયારથી પિતાની હત્યા (Murder) કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પુત્ર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે ફરાર હત્યારા પુત્રની શોધખોળ માટે દાહોદ પોલીસે (Dahod police) કામગીરી શરુ કરી હતી. જે પછી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી પુત્ર ભારત નાયકને ઝડપી પાડ્યો છે.

પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઇ ગયો

દેવગઢબારીઆ તાલુકા બૈણા ગામના જૂના ફળીયામાં રહેતા 60 વર્ષના બચુભાઈ નાયક પોતાના ઘરે ખાટલા સાંજના સમયે સુતા હતા. તે દરમિયાન પોતાના પુત્ર ભારતને કામ બાબતે ઠપકો આપ્યો હતો. તેમણે પુત્રને કોઈ કામ ધંધો કરતો નથી. તુ કમાતો નથી ઘરેને ઘરે રહે છે તેમ કહેતા અચાનક પુત્ર ભારત ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાં રાખેલા લોખંડના તિક્ષ્ણ હથિયાર એટલે કે ધારિયા વડે ખાટલામાં સૂતેલા પિતા ઉપર હુમલો કર્યો હતા.

પિતા પર હુમલો કરી પુત્ર ફરાર થઇ ગયો

પુત્રએ હુમલો કરતા બચુભાઇના કપાળ, છાતી તથા શરીરના અન્ય ભાગે ઈજા પહોચી હતી. તે દરમ્યાન ઘરમાં કામ કરતા બચુભાઇના પુત્રવધુ ત્યાં દોડી આવ્યા હતા. જો કે પત્નીને દોડી આવતા જોઇ ભારત પોતાના પુત્રને મોટરસાયકલ ઉપર લઈ ફરાર થઇ ગયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી

આ અંગે મૃતકના ભત્રીજા બાબુ ગમજી નાયકે દેવગઢબારીઆ પોલીસને જાણ કરતા DYSP સહીતનો કાફલો બેણા ગામે દોડી ગયેલ અને આ અંગે ભારત બચુભાઈ નાયક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને DYSP રાજેશ દેવધાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી ભારતની શોધખોળ હાથ ધરી હતી. જે પછી ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી લેવામાં આવ્યો હતો.

Next Article