દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાસંદને આપી ટિકિટ, જાણો કોણ છે ડો. પ્રભા તાવિયાડ

|

Mar 22, 2024 | 6:01 PM

સોનિયા ગાંધીના નજીકના ગણાતા પ્રભા તાવિયાડ અગાઉ પણ સાસંદ રહી ચુકયા છે. વર્ષ 2004મા કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ ભાજપના ઉમેદવાર બાબુ કટારા સામે માત્ર 361 મતોથી હાર્યા હતા. જ્યારે ડો. પ્રભા તાવિયાડે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ ઉમેદવાર સોમજી ડામોરને 58,536 મતોથી હરાવી સાસંદ બન્યા હતા.

દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાસંદને આપી ટિકિટ, જાણો કોણ છે ડો. પ્રભા તાવિયાડ
prabha taviyad

Follow us on

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતના વધુ 11 ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં દાહોદ લોકસભા બેઠકના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. દાહોદ બેઠક પર કોંગ્રેસે આ વખતે પૂર્વ સાસંદ ડો. પ્રભા તાવિયાડ પર પસંદગી ઉતારી છે.

સોનિયા ગાંધીના નજીકના ગણાતા પ્રભા તાવિયાડ અગાઉ પણ સાસંદ રહી ચુકયા છે. વર્ષ 2004મા કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ ભાજપના ઉમેદવાર બાબુ કટારા સામે માત્ર 361 મતોથી હાર્યા હતા. જ્યારે ડો. પ્રભા તાવિયાડે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ ઉમેદવાર સોમજી ડામોરને 58,536 મતોથી હરાવી સાસંદ બન્યા હતા.

કોણ છે પ્રભા તાવિયાડ ?

પ્રભા તાવિયાડ મૂળ સાબરકાંઠાના ધંધાસણા ગામના વતની છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતેથી M.D DGOની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. જિલ્લાના કદાવર નેતા તરીકે તેમની છાપ છે. તેમના પતિ કિશોર તાવિયાડ પણ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

પ્રભા તાવિયાડની રાજકીય સફર

પ્રભા તાવિયાડની રાજકીય સફર વિશે વાત કરીએ તો, તેઓ 1983થી દાહોદ અને પંચમહાલ જિલ્લાની કાર્યકારી જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. 1985થી 1992 સુધી યુથ કોંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય હતા. 1985થી 1992 સુધી જિલ્લા મહિલા સુરક્ષા કેન્દ્ર દાહોદ અને પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2006થી અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા.

જાતિગત સમીકરણ

પ્રભા તાવિયાડનો આદિવાસી પરિવારમાં આવે છે તેથી સ્થાનિક ધોરણે સામાન્ય જનતાઓને પડતી મુશ્કેલીઓને તેઓ સારી રીતે જાણે છે. દાહોદ જિલ્લામાં આદિવાસીઓનું સામ્રાજ્ય છે. એમાં પણ ડામોર સમાજનું પ્રભુત્વ છે. દાહોદ લોકસભામાં ડામોર મતદારો પણ સૌથી વધુ છે. ત્યારે પ્રભાબેન પણ ડામોર પરિવારમાંથી આવતા હોવાથી ડામોર પરિવારના વોટ કોંગ્રેસને જઈ શકે છે.

(With Input : Pritesh Panchal)

આ પણ વાંચો પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યની આપી ટિકિટ, જાણો કોણ છે ગુલાબસિંહ ચૌહાણ

 

 

Next Article