AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: LCBએ રૂપિયા 51 લાખથી વધુના અફીણના ડોડા સાથે એક શખ્સની અટકાયત કરી

દાહોદ એલ.સી.બી. એ બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ એક રાજસ્થાન પાસિંગની ટ્રક પસાર થતાં તેને અટકાવી તપાસ કરતાં તેમાંથી અફીણના ડોડા મળી આવ્યા હતા.

Dahod: LCBએ રૂપિયા 51 લાખથી વધુના અફીણના ડોડા સાથે એક શખ્સની અટકાયત કરી
દાહોદ જીલ્લામાથી અફીણ ડોડા ટ્રક મા લઇ જવાતા ઝડપાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:23 PM
Share

દાહોદ (Dahod) જિલ્લાના ભથવાડા ગામે હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક ટ્રકને ઝડપી પાડી તેની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી બાજરી તથા પથ્થરની ભુકીના થેલાઓની આડમાં અફીણના ઝિંડવા (પોષ ડોડા)ની આંતરરાષ્ટ્રીય હેરોફેરી દરમ્યાન પોલીસે કુલ રૂા. 51,93,180ના અફીણ (opium) ના ઝિંડવા તેમજ મોબાઈલ ફોન, ટ્રકની કિંમત મળી કુલ રૂા. 87,78,440ના મુદ્દામાલ ઝડપી પાડી ચાલકની અટકાયત (Detention) કરી હતી

દાહોદ જિલ્લામાં કેફી પદાર્થોનું વાવેતર સહિત હેરાફેરી કરતો જિલ્લો એપી સેન્ટર બની રહેવા પામ્યું છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, અગાઉ દાહોદ જિલ્લાના અનેક સ્થળોથી પોલીસે ગાંજો તેમજ અફીણ જેવા નશીલા પદાર્થોનો જથ્થો લાખ્ખો તેમજ કરોડોની કિંમતમાં ઝડપી પાડ્યો હતો ત્યારે આજનો આ વધુ એક બનાવને પગલે જિલ્લામાં જાણે હવે લોકો શોર્ટકટ રસ્તો અપનાવી રાતોરાત કરોડપતિ થવાના આશયે કેફી તેમજ નસીલા પદાર્થોનું હવે આંતરરાષ્ટ્રીય લેવલે હેરાફેરી તેમજ ખેતી કરતાં હોવાનું જણાઈ રહ્યું છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે દાહોદ – ગોધરા હાઈવે ઉપર મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમી દર્શાવેલ એક રાજસ્થાન પાસીંગની ટ્રક પસાર થતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક બદારામ ગોપારામ જાટ ચૌધરી (રહે.ડોલીયા, ડાંગીયાવાસ, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન) ની અટકાયત કરી હતી.

પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી બાજરી તથા પથ્થરની ભુક્કીના થેલાઓની આડમાં અફીણના ઝિંડવા (પોષ ડોડા) કુલ વજન 17,31,060 કિ.ગ્રામ. કિંમત રૂા. 51,93,180નો જથ્થો ઝઢપી પાડ્યો હતો તેમજ મોબાઈલ ફોન, ટ્રકની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા. 87,78,440નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ઉપરોક્ત ટ્રકના ચાલક વિરૂધ્ધ NDPS એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આટલો મોટો અફીણ ડોડા નો જથ્થો કયા થી લાવવામા આવ્યો હતો કોને અને કયા આપવાનો હતો તે દિશા મા પોલીસ એ વધુ તપાસ હાથ છે

આ પણ વાંચોઃ યુક્રેનમાંથી હીજરત કરનારા ભારતીયો બોર્ડર પર ફસાયા, કોઈ મદદ મળતી નથી, એમ્બેસીનો હેલ્પલાઈન નંબર બંધ

આ પણ વાંચોઃ Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">