AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: દુલર્ભ ગણાતા અને લુપ્ત થવાને આરે આવેલા ગલગલના વૃક્ષ ઉપર ખીલ્યા ઔષધિય ગુણ ધરાવતા પીળા ફૂલ

ગલગલ અથવા ગણિયારી તરીકે ઓળખાતું આ વૃક્ષ એ મધ્ય કદનું સીધું ઊગતું સુંદર વૃક્ષ છે. આ ઝાડની ઉંચાઈ ૨૫ ફૂટ સુધીની હોય છે. સૂકા પાનખર જંગલોમાં જોવા મળે છે, આ વૃક્ષ ને Silk Cotton tree તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ફૂલ ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં આવે છે.

Dahod: દુલર્ભ ગણાતા અને લુપ્ત થવાને આરે આવેલા ગલગલના વૃક્ષ ઉપર ખીલ્યા ઔષધિય ગુણ ધરાવતા પીળા ફૂલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 7:11 PM
Share

દાહોદની વનસંપદામાં અપાર વૈવિધ્ય અને એટલું જ સૌંદર્ય રહેલું છે. અનેક દુર્લભ ગણાતા વૃક્ષો અહીં જોવા મળે છે. તેમાંય જિલ્લામાં પાનખર પછી વસંતનો વૈભવ તો જોવા અને માણવા લાયક હોય છે. ફાગણમાં પણ અનેક જાણ્યા અજાણ્યા વૃક્ષો ખીલી ઉઠયા હોય છે. દાહોદમાં અત્યારે ગલગલ અથવા ગણિયારી તરીકે ઓખળાતા વૃક્ષ સુંદર પીળા ફૂલો અને તેની સુંગધથી લોકોને મોહી રહ્યા છે. લૃપ્ત થતા વૃક્ષોમાં આવતા આ ગલગલના દુલર્ભ વૃક્ષોમાં ઔષધિય ગુણો સાથે આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે.

સમગ્ર ગુજરાતમાં આ પ્રજાતિના માત્ર 3000 જેટલા વૃક્ષો જ હાલમાં અસ્તિત્વ

ગલગલ અથવા ગણિયારી તરીકે ઓળખાતું આ વૃક્ષ એ મધ્ય કદનું સીધું ઊગતું સુંદર વૃક્ષ છે. આ ઝાડની ઉંચાઈ 25 ફૂટ સુધીની હોય છે. સૂકા પાનખર જંગલોમાં જોવા મળે છે, આ વૃક્ષને Silk Cotton tree તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ફૂલ ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં આવે છે. આ વૃક્ષ મોટા ભાગનો સમય પાન (પર્ણ) વગરની અવસ્થામાં હોય છે. જે જાન્યુઆરીથી પાન (પર્ણ) ખરી જાય છે તો જૂન મહિનામાં નવા પર્ણ આવવાની શરૂઆત થાય છે.

ગણિયારીના પુષ્પ અતિશય સુંદર મોટા પીળા કલરના અને સુગંધ ફેલાવતા હોય છે. પુષ્પો એકવાર ખીલ્યા પછી સવારથી લઈ બીજા દિવસની બપોર સુધી ખીલેલા રહે છે. આ વૃક્ષના ફૂલ જોવા તે એક લાહવો છે. તેમાંથી મનભાવક સુગંધ આવે છે. ભાગ્યશાળીને આ વૃક્ષના ફૂલ જોવા મળે છે, 48 કલાકના ગાળામાં તેના ફૂલ ખરી જાય છે.

આ વૃક્ષનો આયુર્વેદિક પણ ઉપયોગ છે. ઝાડા, કમળો, ઉદરસમાં, તેનો ગુંદર પણ દવા તરીકે મરડો, ઝાડા, અસ્થમા, આંખના રોગો અને પેટના દુખાવામાં ઉપયોગી છે. છાલનો ઉપયોગ વિવિધ દવા બનાવવામાં પણ વપરાય છે. આ વૃક્ષમાંથી મળતા રૂ ના નાના ગાદલા, ઓશીકા બનાવવામાં આવે છે. બોદ્ધ ધર્મમાં ગલગલને જ્ઞાન પ્રાપ્તિ મેળવવાનું વૃક્ષ પણ કહેવાય છે. આ ઝાડ પવિત્ર માનવામાં આવે છે. ઘણીવાર મંદિરો નજીક પણ ઉગાડવામાં આવે છે.

બારીયા વનવિભાગના નાયબ વનસંરક્ષક (IFS) આર. એમ. પરમાર જણાવ્યું હતું કે, આ વૃક્ષ ગુજરાતના માત્ર મધ્ય ગુજરાતમાંજ તેમાં પણ રાજપીપળાના જંગલોમાં પંચમહાલ, છોટાઉદેપુર તથા દાહોદના જંગલોમાં જ જોવા મળે છે. દાહોદમાં સાગટાળા, રતનમહાલ, ધાનપુર અને દાહોદ નજીક રામપુરા ગ્રાસ બીડમાં પણ આ વૃક્ષો જોવા મળે છે.

એક અભ્યાસ મુજબ રાજપીપળામાંથી 1402 વૃક્ષો, છોટાઉદેપુરમાંથી 1635 વૃક્ષો નોંધાયેલા છે. પંચમહાલ અને દાહોદમાં આનો અત્યાર સુધીમાં અંદાજ મળી શકેલ નથી. પણ આ વૃક્ષો પંચમહાલ દાહોદમાં જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રજાતિના માત્ર 3000  જેટલા વૃક્ષો જ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ વનસ્પતિને  લુપ્ત થવાની શ્રેણીમાં મૂકેલી છે.

વિથ ઇનપુટ: પ્રિતેશ પંચાલ ,  દાહોદ ટીવી9

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">