AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વડોદરામાં બહેનપણીના ઘરે જ ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રને પોલીસે ઝડપ્યા

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું

Ahmedabad : વડોદરામાં બહેનપણીના ઘરે જ ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રને પોલીસે ઝડપ્યા
Vadodara Police Arrest Theft Accused
Mihir Soni
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:30 PM
Share

વડોદરામાં(Vadodara)  દીકરીની જ બહેનપણીના ઘરે ચોરી કરનાર(Theft)  અને અમદાવાદમાં રહેતા માતા, દીકરી, દીકરો અને મિત્ર ઝડપાયા છે. જેમાં વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ(Arrest)  કરી તેમાં નવા ખુલાસા થયા.એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનો બનાવ સામે આવતા આ કેસમાં હવે બે ગુના નોંધાયા. જે કેસમાં પોલીસે આરોપીના અમદાવાદ ખાતેના મકાને સર્ચ કરતા 2 મહિલા સહિત 4 ની ધરપકડ કરી.ત્યારે તપાસમાં ચાંદખેડાના આરોપીના ઘરમાંથી એરગન અને પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો.

વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું..વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જે આરોપીઓના અમદાવાદના ચાંદખેડા ખાતેના ઘરે તપાસ કરાતા એરગન સહિત ચોરી કરેલ પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો.જેને લઈને ચાંદખેડા માં અલગથી ગુનો નોધાયો છે. જેમાં મહિલા આરોપી પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે.

પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું

ફરિયાદી યુવતી મૂળ છોટાઉદેપુરના ઢોકલીયા ગામની વતની છે. અને વાઘોડિયાના આમોદર ગામ પાસેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતી પ્રેરણાબેન શાહ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ તમામ આરોપીઓ પ્રેરણા શાહની સહેલીના પરિવારજનો છે.પ્રેરણા શાહ સહેલી ધૃવીશા પટેલ સાથે રહે છે.ધૃવીશા પટેલ વતનમાં ગઇ તેજ દિવસે પ્રેરણા પણ તેની સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી.અમદાવાદ ગયા બાદ સહેલી યુક્તાની માતા નીલમ ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પુત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા.દીકરીની સહેલીના ઘરે ચોરી કરવા નીલમબેન ગઢવી અને તેના મિત્ર શૈલેષભાઈ કેશાભાઈ પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. અને સોસાયટીમાં કોઇ જોવે નહિં તે રીતે સિફતપૂર્વક પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીના ઘરેથી મળી આવેલ પોલીસ ડ્રેસ મળી આવ્યો

આ આરોપીના પરિવારે ચોરી કર્યા બાદ એક એવી ભૂલ કરી કે જેનાથી તમામ લોકો ગિરફત માં આવી ગયા.પ્રેરણાને તેની મિત્રએ ફોન કરીને જણાવ્યું કે, આરોપી યુક્તાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડેડ એમ લખીને મૂક્યો છે.આ સમાચાર મળતાં તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ આરોપી માતાનો હોવાનું જણાઈ આવ્યું હતું.સાથે એવી પણ શંકા ગઈ કે ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમબેન ગઢવી તેના ભાઈ સિધ્ધાર્થ એ કરી છે.આથી પ્રેરણાએ પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઇ અને સહેલીની માતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા હકીકતો સામે આવી અને આરોપીઓની ધરપકડ કરાઈ.ત્યારે આરોપીના ઘરેથી મળી આવેલ પોલીસ ડ્રેસ બાબતે અનેક લોકોને ડરાવી પૈસા પડાવી કે લૂંટ કરી અથવા આવા જ પ્લાનિંગ થી અનેક ચોરીઓ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : રાજકોટ : જેતપુરમાં બનેલ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો, ખેડૂતે શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવ્યું

આ પણ વાંચો : સ્વામીનારાયણ મંદિર-કાલુપુર દ્વારા આયોજીત “ દ્વિશતાબ્દી પર્વ મહોત્સવ “માં રાજયપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">