Dahod : જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે સિંચાઇના પાણી અંગે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

|

Sep 06, 2021 | 9:00 AM

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. પણ દાહોદમાં મહદઅંશે સ્થિતિ થોડી કપરી છે. દાહોદ જિલ્લામાં હજી પણ 26 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 41.45 ટકા વરસાદ નોંધાયો છે.

Dahod : જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે સિંચાઇના પાણી અંગે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
Dahod: Amid declining rainfall in the district, farmers are worried about irrigation water (file)

Follow us on

રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ તો છે, પણ મધ્ય ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં હજી પણ વરસાદની ઘટ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોને ચિંતા છે કે તેમને સિંચાઈનું પાણી મળશે કે નહી ? બીજી તરફ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે ખેડૂતોએ સિંચાઈના પાણીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. શું છે જિલ્લામાં પાણીની સ્થિતિ જોઈએ વાંચો આ અહેવાલમાં.

દાહોદ જિલ્લામાં વરસાદની ઘટ, ખેડૂતોમાં પાણીને લઇને ચિંતાનો માહોલ

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. પણ દાહોદમાં મહદઅંશે સ્થિતિ થોડી કપરી છે. દાહોદ જિલ્લામાં હજી પણ 26 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 41.45 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની ઘટને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોને ચિંતા છે કે જો વરસાદ નહીં થાય તો પાકને માઠી અસર થશે. જોકે ખેડૂતોને આશા છે કે જિલ્લાના આઠ જળાશયોમાંથી સિંચાઈ પાણી મળે તો મુરજાતા પાકને જીવનદાન મળે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દાહોદના આઠ મહત્વના જળાશયોમાં હાલ પાણીનો યોગ્ય જથ્થો હોવાનું સામે આવ્યું છે. એક નજર કરીએ આ આઠ જળાશયોની પાણીની સ્થિતિ પર.

ડેમ સપાટી          (મીટરમાં)        પાણીનો જથ્થો
પાટાડુગરી           167.12                43.00 ટકા
માછણનાળા        274.10               44.32 ટકા
કાળી-2                252.50              42.98 ટકા
ઉમરીયા               278.05               70.09 ટકા
અદલવાડા            235.80               71.52 ટકા
વાલકેશ્રવર            219.57                45.71 ટકા
કબુતરી                 181.40                19.83 ટકા
હડફ                      165.30                79.37 ટકા

પાણી અછત નહીં સર્જાય તેવો અધિકારીઓનો દાવો

તો જિલ્લા અધિકારીએ બાહેંધરી આપી છે કે પીવાના પાણી અને સિંચાઈના પાણીની તંગી નહીં સર્જાય. બીજી તરફ ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે ડાંગરના પાકને વધુ પાણીની જરૂર હોવાથી ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈના પાણીની વધુ જરૂર પડશે.

ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો અધિકારી કરી રહ્યા છે. પણ માછણ સહિતના અમુક ડેમ એવા છે જેમાં પાણીનો જથ્થો નહીંવત છે. આ સ્થિતિમાં જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે કે કેમ તે પ્રશ્ન છે.

 

આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?

આ પણ વાંચો :  Birthday Special: આ કારણે રાકેશ રોશન માથામાં નથી આવવા દેતા વાળ, જાણો કેમ માની હતી માનતા આ માનતા?

 

Published On - 8:58 am, Mon, 6 September 21

Next Article