AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Tauktae Update : વાવાઝોડાએ ભાવનગરના અલંગને ઘમરોળ્યું, દરિયો થયો શાંત

Charmi Katira
| Edited By: | Updated on: May 18, 2021 | 8:19 AM
Share

ભારે પવન સાથે સવારના 6 કલાક સુધીમાં પાલીતાણામાં 6 ઇંચ, મહુવામાં 5 ઇંચ અને ભાવનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

Cyclone Tauktae Update : ‘તાઉ તે’ વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે ‘તાઉ તે’ વાવાઝોડું. રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું. જાફરાબાદ અને પીપાવાવમાં 185 કીમી પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ છે. 5થી 6 મીટર સુધી દરિયાના મોજાં ઉછળ્યા હતા. જો કે અત્યાર સુધીમાં મળતી માહિતિ પ્રમાણે જાનહાની થઈ નથી અને લોકો સલામત છે.

ભાવનગરમાં તાઉ તે વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. ભારે પવન સાથે સવારના 6 કલાક સુધીમાં પાલીતાણામાં 6 ઇંચ, મહુવામાં 5 ઇંચ અને ભાવનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાત્રીના અલંગમાં પણ ભારે વરસાદ અને અતિશય વેગ સાથેના પવને અલંગને ધમરોળ્યું હતું. હાલમાં અલંગમાં દરિયો થોડો શાંત થયો છે.

રાજ્યમાં તાઉ તે વાવાઝોડા અને તેનાથી સર્જાતી સ્થિતિ પર રાજ્ય સરકારે સંપૂર્ણ નજર રાખી. લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM રૂપાણી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાંથી સતત અસરગ્રસ્ત અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટર અને DDO સાથે ટેલિફોનિક ચર્ચા કરીને માહિતી મેળવી રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">