Cyclone Tauktae : આ વાવાઝોડાએ ગુજરાતમાં સર્જી હતી ભારે તારાજી, થયું હતું જાનમાલનું મોટું નુકસાન, જાણો કયારે ?

Cyclone Tauktae : ગુજરાત પર હાલ તાઉ-તે વાવાઝોડાના કહેરની શક્યતાઓ છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં અત્યારસુધીમાં આવેલા વાવાઝોડામાં કોને કેટલું નુકસાન વેર્યું છે.

Cyclone Tauktae : આ વાવાઝોડાએ ગુજરાતમાં સર્જી હતી ભારે તારાજી, થયું હતું જાનમાલનું મોટું નુકસાન, જાણો કયારે ?
ગુજરાતમાં તોફાન અને તબાહી
Follow Us:
| Updated on: May 16, 2021 | 4:52 PM

Cyclone Tauktae : ગુજરાત પર હાલ તાઉ-તે વાવાઝોડાના કહેરની શક્યતાઓ છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં અત્યારસુધીમાં આવેલા વાવાઝોડામાં કોને કેટલું નુકસાન વેર્યું છે. તેની વાત કરીએ તો 1982 અને 1998માં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. છેલ્લે 1998માં આવેલા તોફાને 1100થી વધુ લોકોનો જીવ લીધો હતો. જેમાં 1700થી વધુ લોકો લાપતા થયા હતા.

1975માં 75 કરોડનું નુકસાન 19થી 24 નવેમ્બર 1975માં જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં વાવાઝોડાની અસર થઇ હતી. જેમાં 85 લોકોના જીવ હોમાયા હતા. એ સમયે રાજ્યમાં અંદાજે 75 કરોડનું નુકસાન પહોંચ્યું હતું.

1976માં ગુજરાતમાં વાવાઝોડાની અસર થઇ હતી 1976માં 31 મેથી 5 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં મહેસાણા, ભાવનગર, પંચમહાલ, રાજકોટ અને ભરૂચ જિલ્લામાં વધારે જોવા મળી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

1981માં ત્રાટક્યું હતું વાવાઝોડું 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 1981 દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં જૂનાગઢ, રાજકોટ જામનગર જિલ્લાને મોટી અસર થઇ હતી. અને 52 કરોડની આસપાસ નુકસાન થયાનો અંદાજ હતો.

1982માં 507 લોકોના મૃત્યુ થયા 4થી 9 નવેમ્બર 1982માં સૌરાષ્ટ્રના દરિયા પાસે વાવાઝોડું ફંટાયું હતું. વેરાવળથી 45 કિ.મી. દૂર સર્જાયેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી. જેમાં 507 લોકોના જીવ ગયા હતા. તો 1.5 લાખ જેટલા ઘરને નુકસાન પહોંચ્યું હતું. 50 જેટલા માછીમાર લાપતા થયા હતા.

1996માં 19 જિલ્લામાં તબાહી વેરી 17થી 20 જૂન 1996 દરમિયાન ગુજરાતના 19 જિલ્લામાં વાવાઝોડાએ તબાહી વેરી હતી. જેમાં 33 લોકોના મોત થયા હતા અને 27964 ઘરને નુકસાન થયું હતું.

1998માં 1173 લોકોને ભરખી ગયુ વાવાઝોડું 4થી 10 જૂન 1998 દરમિયાન રાજ્યમાં સૌથી ભયાવહ વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી સર્જી હતી. જેમાં 1173 લોકોના મોત થયા હતા. અને 1774 લોકો લાપતા થયા હતા. માહિતી પ્રમાણે ગુજરાતને એ સમયે 1855 કરોડ જેટલું નુકસાન થયું હતું.

1999માં 453નો ભોગ લેવાયો 16થી 22 મે 1999ના સમયગાળા દરમિયાન ગુજરાતના કચ્છ અને જામનગર જિલ્લામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. જેમાં 453 લોકોના મોત થયા હતા. અને અંદાજે 80 કરોડની આસપાસ નુકસાન પહોંચ્યું હતું.

ગુજરાત પર હાલ તાઉ-તે વાવાઝોડાના કહેરની શક્યતાઓ છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને વધારે પ્રભાવી બની રહ્યું છે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં વધારે થશે તેવું હાલ જણાઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">