Cyclone Tauktae Updates: સુરતના સુવાલીના દરિયામાં જોવા મળ્યો કરંટ, કિનારાના ગામોમાં NDRFની ટીમ તૈનાત

ગુજરાત પર તાઉ તે વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. સુરતના સુવાલીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ ચક્રવાતની અસર જોવાઈ રહી છે.

| Updated on: May 17, 2021 | 5:18 PM

ગુજરાત પર તાઉ તે વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. સુરતના સુવાલીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સુરતની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ ચક્રવાતની અસર જોવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. NDRFની એક એક ટીમ સુવાલી અને ઓલપાડમાં તૈનાત કરાઈ છે. તંત્ર તરફથી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. માછીમારો દરિયામાં ન જાય તે માટે તકેદારી રખાઈ છે.

તાઉ તે વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે, તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના ડુમસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. પવનના કારણે દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. સાથે જ વાવાઝોડાના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. વાવાઝોડાની ગંભીરતા જોતા વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓ માટે ડુમસ બીચ બંધ રાખવામાં આવ્યો છે. સાથે જ લોકોને દરિયા કિનારે ન જવા સૂચન કર્યું છે.

સુરતના દરિયાકિનારના ગામોમાં NDRFની ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આ ટીમ આધુનિક સાધન સામગ્રીઓથી સજ્જ છે. દરિયા કિનારાના નજીક રહેતા લોકોને વાવાઝોડા અંગેની માહિતી આપવામાં આવી છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">