AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Tauktae : વાવાઝોડું ગુજરાત પર ફંટાવવાની આગાહી, આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન

Cyclone Tauktae : ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તાઉ તે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે.

Cyclone Tauktae : વાવાઝોડું ગુજરાત પર ફંટાવવાની આગાહી, આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન
Cyclone Tauktae: Hurricane forecast to hit Gujarat, pay special attention to all these things
| Updated on: May 16, 2021 | 1:28 PM
Share

Cyclone Tauktae : ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તાઉ તે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય.

વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો – અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ. -તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો. -આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો. -તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો. -જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે. -તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ. -ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધેલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો.

વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો ઘરની અંદર : -વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો. -બારી-બારણાઓ બંધ રાખો. -જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ. -વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો. -ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો. -વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.

ઘરની બહાર : -તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ. -તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો. -સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો.

માછીમાર/સાગરખેડુઓ માટે : -રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે. -તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">