ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ 2 MLA દ્વારા પહેલા ક્રોસ વોટિંગ પછી રાજીનામું

રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણીનું મતદાન થયું છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્ય એટલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસના MLA હોવા છતાં આ બંને નેતાએ ક્રોસ વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસથી દૂર થઈ ગયા હતા. જે બાદ આ બંને નેતાઓ નીતિન પટેલ […]

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ 2 MLA દ્વારા પહેલા ક્રોસ વોટિંગ પછી રાજીનામું
TV9 Webdesk12

|

Jul 05, 2019 | 10:19 AM

રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણીનું મતદાન થયું છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્ય એટલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસના MLA હોવા છતાં આ બંને નેતાએ ક્રોસ વોટિંગ કર્યું છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસથી દૂર થઈ ગયા હતા. જે બાદ આ બંને નેતાઓ નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ BUDGET-2019: દેશમાં રજૂ થયેલા અત્યાર સુધીના બજેટની અવનવી વાતો જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો બીજી તરફ બંને નેતા ભાજપમાં જોડાશે તેવી પણ ચર્ચા ચાલી હતી. ત્યારે આજે રાજ્યસભા ચૂંટણીમાં બંને નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આ વાતને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે પહેલાથી નક્કી જ હતું કે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા બંને ક્રોસ વોટિંગ કરવાના હતા. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં કૉંગ્રેસ સાથે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati