Crime : ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી માતાએ કરેલા આત્મહત્યા કેસમાં પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
આ ઉપરાંત પુત્ર રિષભની કોઈપણ પ્રકારની જવાબદારી ઉઠાવવા પણ પતિ સતીશ તૈયાર ન હતો. જેથી પિતા પર આર્થિક બોજ નહીં બનવા માંગતી પિંકીએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું.
થોડા દિવસ પહેલા સુરતના (Surat ) રાંદેર ઉગત વિસ્તારમાં એક મહિલાએ તેના ત્રણ વર્ષના પુત્રનું (Son ) ગળું દબાવી દઈને પોતે પણ આત્મહત્યા (Suicide )કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ હાથે લાગી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણીએ પતિના આડા સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને આ હિચકારી કૃત્ય ભર્યું છે. આ કેસમાં પોલીસે હવે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
ઉગત વિસ્તારમાં માતાપિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિના સગી ભાભી સાથે જ અનૈતિક સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને પોતાના દિલના ટુકડા એવા સાડા ત્રણ વર્ષના પુત્રનું ધ્રુજતા હાથે ગળુ દબાવી દઈને હત્યા કરીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રાંદેર પોલીસે પતિ, સાસુ અને જેઠાણી વિરુદ્ધ આપઘાતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.
પરિણીતાએ સ્યુસાઇટ નોટમાં મારો રિશુ , મારો ડિકો, મેં ગળું દબાવીને મારી નાંખ્યો, મારુ ઢીંગલું, આઈ લવ યુ સો મચ રિશુ , એ જીવતે તો એની જિંદગી બરબાદ થઇ જતે, મારા ઢીંગલાને મારતા હું બહુ રડતી હતી, કાશ સતીશ તું સમજતે, તારી મા સમજતે, મને અને રિશુને તારી બહુ જરૂર હતી એ પ્રકારની પોતાની વેદના ઉપરાંત સગી ભાભી ભાવના સાથેના અનૈતિક સબંધ હોવાનું અને આ બાબતથી સાસુ લલીતાબેન વાકેફ હોવા છતાં પણ કંઈ બોલતા નહીં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત પુત્ર રિષભની કોઈપણ પ્રકારની જવાબદારી ઉઠાવવા પણ પતિ સતીશ તૈયાર ન હતો. જેથી પિતા પર આર્થિક બોજ નહીં બનવા માંગતી પિંકીએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પોલીસે પતિ સતીશ કોસંબીયા, સાસુ લલીતાબેન અને જેઠાણી ભાવના કોસંબીયા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
પુત્રના સ્કૂલ એડમિશન માટે 60 હજાર આપવાનો ઇન્કાર કરતા ભર્યું અંતિમ પગલું લગ્ન ના ગણતરીના દિવસોમાં જ પતિના તેની સગી ભાભી ભાવના સાથે અફેર હોવાનું જાણ થતા પિંકીએ તેની સાસુ લલિતાને વાત કરી હતી. પરંતુ સાસુએ બંનેને ઠપકો આપવાને બદલે પિન્કીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પિંકી ગર્ભવતી હોવા છતાં સીમંત પણ કર્યું ન હતું અને તે પિયરમાં રહેવા આવી ગઈ હતી. પુત્ર રિષભનો જન્મ થયા બાદ પણ પતિ એકપણ વખત જોવા આવ્યો ન હતો. પુત્રના એડમિશન માટે તેને 60 હજાર માંગ્યા હતા જે સતીશે આપવાનો ઇન્કાર કરતા તેને આ પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચો : SURAT : કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ
આ પણ વાંચો : SURAT : ડિંડોલીમાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું મોત, બે મહિના બાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા