
ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 નો વધુ એક કેસ સામે આવ્યો છે. 20 વર્ષીય એક યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં તે ઓક્સિજન પર છે.
કોરોના વાયરસને લઈને હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું છે કે યુવતીની તબિયત સ્થિર છે અને ચિંતાજનક નથી. સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડ-19 ના કટોકટી સામે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને દવાઓ, ઓક્સિજન અને ઇન્જેક્શન જેવી જરૂરી સામગ્રીનો પુરતો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર કોવિડ-19 ની ગંભીરતાની યાદ અપાવી છે અને સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
No need to fear, just stay alert: Dr. Nilam Patel directs citizens#Gandhinagar #COVID19 #CoronaVirus #GujaratCOVID19Updates #TV9Gujarati pic.twitter.com/4TbU1bZO1p
— Tv9 Gujarati (@tv9gujarati) May 22, 2025
ગુજરાતમાં હાલમાં કોરોનાના કુલ 16 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 કેસ અમદાવાદમાં અને 1 કેસ અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયો છે. રાજકોટમાં પણ કોરોનાનો 1 એક્ટિવ કેસ છે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રનો દાવો કર્યો છે. જોવા મળેલો ઓમિક્રોન વેરિયન્ટ ભયજનક નહીં. 16માંથી એક જ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જ્યારે મોટાભાગના લોકો સારવાર માટે ઘરમાં જ આઈસોલેટ થયા છે. તો પણ અમદાવાદ, રાજકોટ સિવિલ હોસ્પિટલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
Published On - 2:24 pm, Thu, 22 May 25