કોરોનાની દહેશત: અમદાવાદ શહેરમાં હવે સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ કરાશે

|

Mar 19, 2021 | 10:07 PM

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા Coronaના  કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

કોરોનાની દહેશત: અમદાવાદ શહેરમાં હવે સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ કરાશે
File Photo

Follow us on

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા Coronaના  કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી  બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોયના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર આપવામાં અપાશે, તેમજ જો કોઈ સોસાયટીમાં કેસ વધશે તો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

 

હાલમાં ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોવિડ -19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી કોવિડ -19 વેક્સિન પૂરી પાડવામાં આવેલ છે. આ કોવિડ -19 વેક્સિન નાગરિકોને મળી રહે તે માટે મોટી સંખ્યામાં સેશન સાઈટ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં તેને વધુ સઘન બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હિતમાં શહેરના સુપર સ્ટેડર્સના રેપિડ એંન્ટીજન ટેસ્ટીંગ તથા ફુડ આઈટમની તથા અન્ય હોમ ડિલીવરી કરતાં ડીલીવરી બોય, સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારી વગેરે વ્યકતિઓના RT-PCR ટેસ્ટ કરાવવા અંગે સઘન ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે. કોરોના યોદ્ધા બનો – ઘરે રહો, સુરક્ષિત રહો. ચાલો સાથે મળીને કોરોના સામે લડીએ.

 

ગુજરાતમાં Coronaનો રાફડો

ગુજરાતમાં Coronaનો રાફડો ફાટ્યો છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધીને 1400ને પાર કરી ગયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 1,415 કેસ નોંધાયા છે. જ્યારે ચાર લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6,147એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 948 દર્દીઓ રિક્વર થયા છે. ગુજરાતમાં આજે સામે આવેલા કોરોનાના આંકડા મુજબ અમદાવાદ 335, સુરત 349, વડોદરા 127, રાજકોટ 115, ભાવનગર 32, જામનગર 30,સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા છે.

 

ગુજરાતમાં Coronaના કહેર વધતા સરકાર દ્વારા આજે હાઈ લેવલની મિટિંગ કરવામાં આવી હતી. જેમાં કોરોનાને અટકાવવા માટે રાજ્યમાં રસીકરણ ઝડપથી થાય અને સંક્રમણને અટકે તે માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોરોના બેકાબુ થતાં સરકાર હજી પણ કેટલાક મોટા પ્રતિબંધ લગાવી શકે છે.

 

આ પણ વાંચો: Ahmedabad: વટવા GIDCમાં પ્રિન્ટિંગ કંપનીમાં મોટી આગ, ફાયર બ્રિગેડની 35 ગાડીઓ ઘટનાસ્થળે

Next Article