દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી, યુરિયા બાદ પોટાસ ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી, યુરિયા બાદ પોટાસ ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 7:38 PM

NPK ખાતરની 1040 રૂપિયાની ગુણીનો ભાવ 1700 રૂપિયા થયો છે. ખાસ કરીને શેરડીના પાકમાં આ ખાતરનો ઉપયોગ કરાય છે. આ તરફ યુરિયા ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે..

પોટાશ ખાતરના ભાવમાં વધારો થવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ટન દીઠ 40 રૂપિયાનું ભારણ વધશે. આંતરાષ્ટ્રીય સ્તરે કાચા માલના ભાવોમાં વધારાના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપીઓએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે.. NPK ખાતરની 1040 રૂપિયાની ગુણીનો ભાવ 1700 રૂપિયા થયો છે. ખાસ કરીને શેરડીના પાકમાં આ ખાતરનો ઉપયોગ કરાય છે. આ તરફ યુરિયા ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે..

પોટાશ ખાતરના ભાવ વધારાને લઈ ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. તેના ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.. જેને સરકાર ભાવોભાવ વેચે છે.. જ્યારે બજારમાં દુકાનદારો નફો ઉમેરીને વેચાણ કરે છે.

હાલમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવ 280 ડૉલર પ્રતિ ટન હતો.. જે વધીને 700 ડૉલર પ્રતિ ટન પર પહોંચ્યો છે.. સંઘાણીએ કહ્યું કે ખાતરમાંથી સરકાર કોઈ નફો કમાતી નથી.. ઉલ્ટાની ખેડૂતોને સબસિડી ચૂકવાય છે.

ખાતરના સતત વધી રહેલા ભાવને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.. નવા વર્ષમાં જ ખેડૂતોને ભાવવધારાની ભેટ મળી છે.. આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે સરકાર ખાતરના ભાવ ઘટાડે અને ખેડૂતો સુધી ખાતરનો જથ્થો પહોંચતો કરે..

આ પણ વાંચો : Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

આ પણ વાંચો :  આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

g clip-path="url(#clip0_868_265)">