ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 6275 કેસ નોંધાયા
ગુજરાતમાં 09 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. જ્યારે ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં(Gujarat) 09 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) નવા 6275 કેસ નોંધાયા છે. જ્યારે ઓમીક્રોનનો (Omicron) એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 27913 કેસ નોંધાયા છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. તેમજ 27887 લોકો સ્ટેબલ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધેલા કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 2487, સુરતમાં 1696, વડોદરા 347, રાજકોટ 194, સુરત જિલ્લામાં 183 , ગાંધીનગરમાં 153, નવસારીમાં 118, વલસાડમાં 107, ભાવનગરમાં 98, કચ્છમાં 70,ભરૂચમાં 68 , ખેડામાં 67, આણંદમાં 64, રાજકોટ જિલ્લામાં 60, પંચમહાલમાં 57,
ગાંધીનગર જિલ્લામાં 53, વડોદરા જિલ્લામાં 51, જામનગરમાં 49, જુનાગઢમાં 45, સાબરકાંઠા 35, અમદાવાદ જિલ્લો 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર જિલ્લો 11, ગીર સોમનાથ 09, મહીસાગર 09,
દાહોદ 08, જામનગર જિલ્લામાં 08, તાપી 07, પોરબંદર 06, છોટા ઉદેપુરમાં 03, બોટાદમાં 02, જૂનાગઢ જિલ્લામાં 02 અને ડાંગમાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં સૌથી વધુ વિકટ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસનો આંકડો મળીને 2500ને પાર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 2487 નવા દર્દી મળ્યાં તો 396 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા. જ્યારે અમદાવાદ જિલ્લામાં 32 નવા કેસ મળ્યાં અને 14 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી.
રાજ્યના બીજા સૌથી મોટા મહાનગર સુરતમાં પણ કોરોનાનો મહાવિસ્ફોટ થયો સુરત શહેરમાં કોરોનાના 1696 નવા કેસ સામે આવ્યા. તો 263 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. સુરત જિલ્લામાં 183 કોરોના કેસ નોંધાયા અને 49 દર્દી સારવાર બાદ સાજા થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 236 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી છે. જેમાં ઓમીક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં 105 નોંધાયા છે.વડોદરામાં 35, આણંદમાં 23, સુરતમાં 20, ખેડામાં 12 ,
મહેસાણામાં 07, રાજકોટમાં 07, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, જામનગરમાં 04, ભરૂચમાં 04, બનાસકાંઠામાં 02, અમરેલીમાં 02, વડોદરા જિલ્લામાં 01, પોરબંદરમાં 01, જુનાગઢમાં 01, જામનગરમાં 01, અને અમદાવાદ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : વડોદરામાં પતંગરસિકોની બજારમાં ભીડ ઉમટી, કોરોના નિયમોનું ઉલ્લંઘન
આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય