કોરોના સામે સતત લડાઈ લડતા, ડોકટર, નર્સ, મેડીકલ-પેરામેડીકલ સ્ટાફ સુપર હિરો છેઃ વિજય રૂપાણી

કોરોના સામે થાક્યા વિના, હાર્યા વિના કર્તવ્યના પાલન કરવામાં પરિવારની પણ ચિંતા ના કરનારા ડોકટર, નર્સ સહિતના મેડીકલ પેરામેડિકલ સ્ટાફ સુપર હિરો ( super hero ) હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોશિયલ મિડીયા દ્વારા સંબોધન કરતા જણાવ્યુ છે

  • Bipin Prajapati
  • Published On - 11:26 AM, 16 Apr 2021
કોરોના સામે સતત લડાઈ લડતા, ડોકટર, નર્સ, મેડીકલ-પેરામેડીકલ સ્ટાફ સુપર હિરો છેઃ વિજય રૂપાણી
FILE PHOTO

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના સામે સતત લડાઈ લડતા, ડોકટર, નર્સ, મેડીકલ પેરામેડીકલ સ્ટાફને સુપર હિરો ( super hero ) ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.

ફેસબુકના માધ્યમથી તબીબી જગત સાથે સંકળાયેલા સૌ કોરોના વોરિયર્સને હિમત આપતા જણાવ્યુ કે, તમારી ઉમદા કામગીરી દ્વારા ગુજરાતમાં લાખ્ખો લોકોના જીવ બચાવી શક્યા છો. થાક્યા વિના, હાર્યા વિના કર્તવ્યના પાલન કરવા પરિવારની પણ ચિંતા નથી કરી. અનેક ડોકટરે, નર્સે જીવ ગુમાવ્યા છે. રાજ્ય તમારુ ઋુણી રહેશે.

પરિસ્થતિ ગંભીર હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાને મેડીકલ અને પેરામેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોકટર નર્સ, સહીતનાઓ સામે, ગુજરાતની જનતા આશાભરી મીટ માંડી રહ્યા છે. બચાવવા માટે તમારા ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે. તમારો સંધર્ષ મે  નજરોનજર જોયો છે. તેમ કહીને વિજય રૂપાણીએ કહ્યુ કે વિષમ પરિસ્થિતિમાં તમે સામાન્ય જીવન નથી જીવી રહ્યા.

કોરોના સામેની લડાઈ લાંબી ચાલી છે. આટલી લાંબી લડાઈમાં થાક આવે, નિરાશા આવે, ક્યારે હટશે કોરોના એવો પ્રશ્ન પણ થાય. ગુજરાતની 6.5 કરોડની જનતા તમારી સાથે છે. આપણી પાસે હવે વેક્સિનરૂપી અમોઘ શસ્ત્ર પણ છે. બહુ ઝડપથી અંધેરા છટેગા, સુરજ નિકલેગા. વર્તમાન પરિસ્થિતિ જોઈને હતાશ થવાની કે થાકવાની જરૂર નથી. સૌ સાથે મળીને લડીશુ જીત માનવતાથી થશે. તમે સુપર હિરો છો. અનેકને કોરોનાથી બચાવીને ધરે પાછા મોકલ્યા છે.