કોંગ્રેસનો આક્ષેપઃ ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો અને કાળા બજારિયાઓને રાજકીય આશ્રય આપી રહી છે

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે કે ચાર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ–સામાન્ય –મધ્યમવર્ગના 70,81,174 કાર્ડ ધારકો તુવેરદાળથી વંચિત રહ્યાં છે. અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ તુવેરદાળ ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 4:22 PM

કોંગ્રેસ (Congress) એ વિધાનસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભાજપ સરકાર (BJP government) ને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર કોટ્રાક્ટરો (contractors) અને કાળા બજારીયાઓને રાજકીય (political) આશ્રય આપી રહી છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર ગેરરીતિ ચાલે છે. તેમણે ભાજપ પર ગરીબોનું અનાજ ચાઉ કરી કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં આર્થિક રીતે મજબુર બનેલ લાખો પરિવારને મળવા પાત્ર અન્ન વિતરણમાં અનેક ગેરરીતિઓ થઈ છે. ચાર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ–સામાન્ય –મધ્યમવર્ગના 70,81,174 કાર્ડ ધારકો તુવેરદાળથી વંચિત રહ્યાં છે. અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ તુવેરદાળ ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે. તુવેરદાળના ગુજરાતમાં અનેક ઉત્પાદકો છતા કોટા તુવેર દાળ મિલોથી ઉંચા ભાવે ખરીદી કરવામાં આવે છે.

તુવેરદાળની ખરીદીમાં ગુજરાત સરકારનાં અધિકારીઓ તુવેરદાળ સપ્લાયરો વચ્ચે ગોઠવણથી 180 કરોડ રૂપિયાનું કૌભાંડ કરાયું છે. બજારમાં 60થી 62 રૂપિયામાં મળતી તુવેરદાળ 95 રૂપિયાના ઉંચા ભાવે ખરીદવામાં આવે છે. તુવેરદાળનું ઉત્પાદન નથી કરતી તેવી કંપનીઓ પાસેથી સપ્લાય કરવામાં આવે છે. અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓ પર તુવેરદાળ સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટમાં ઉલ્લંઘન કરી 180 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તુવેરદાળનો જથ્થો સમયસર સપ્લાય કરવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે.

તેમણે કહ્યું કે રાજ્યમાં 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે. ગુજરાતમાં 46 ટકા બાળકો અને 55 ટકા મહિલાઓ કુપોષિણનો ભોગ બની છે. પોષણ અભિયાનનાં નામે ગુજરાતનાં બાળકો અને મહિલાઓને લાભ થવાને બદલે ભાજપ સરકારનાં મળતિયાઓ-કાળા બજારિયાઓ કરોડો રૂપિયા બરોબર સગેવગે કરી લૂંટ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">