રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ

ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે. જો કે હાલ 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના […]

Bhavesh Bhatti

|

Dec 15, 2020 | 6:45 PM

ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે. જો કે હાલ 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે લોકોને રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. 15 દિવસમાં આ બીજીવાર ભાવ વધ્યો છે. હવે ડિસેમ્બરમાં આજથી જે લોકો ગેસ બુક કરાવશે તેમણે 100 રૂપિયા વધુ આપવા પડશે. આ અગાઉ 3 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર થયો છે.

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati