સાંસદની ભૂલથી સીએમ રુપાણીએ લીધી શીખ,પોતે પણ ભૂલ ન કરી અને સાથી પ્રધાનોને પણ ભૂલ ન કરવા આપી સલાહ, શું છે સમગ્ર ઘટના ?

સાંસદની ભૂલથી સીએમ રુપાણીએ લીધી શીખ,પોતે પણ ભૂલ ન કરી અને સાથી પ્રધાનોને પણ ભૂલ ન કરવા આપી સલાહ, શું છે સમગ્ર ઘટના ?
વિજય ભાઇ રુપાણીએ 2018મા જેસીબી ચલાવીને જલ સંચય અભિયાનની કરાવી હતી શરુઆત

રાજ્યમાં સુજલમ સુફલમ જળ સંચય યોજના પાર્ટ-2ની ધમાકેદાર શરુઆત તરણેતરથી થઇ ગઇ. પણ આ વખતે સીએમ વિજય રુપાણીએ જેસીબી મશીન ઉપર ચઢવાના બદલે માત્ર નીચેથી ઉદ્ઘાટન કર્યું. તમને જાણીને તમને પણ આશ્ચર્ય થયું કે સીએમને ડર લાગ્યો કારણ કે રાજ્યના એક સાસંદને લાયસન્સ વગર જેસીબી ચલાવવુ ભારે પડી ગયુ હતું.અને તેમને દંડ ભરવુ પડ્યો હતો.

રાજ્યમાં જળ સંચય અભિયાનની શરુઆત વિજય રુપાણી 2018માં શરુ કરી હતી. જેમાં સીએમ વિજય રુપાણીએ ત્યારે પોતે ભરુચથી જેસીબી મશીન ચલાવીને આ કાર્યક્રમની શરુઆત કરાવી હતી. માત્ર એક વખત નહીં અનેક વખત તેઓ જેસીબી ઉપર ચઢ્યા તેના ફોટા પણ પાડવામા આવ્યા.

આ પણ વાંચો : પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય

પણ આ વખતે જ્યારે 2019માં સીએમ વિજય રુપાણીએ તરણેતરથી જશ સંચય અભિયાન પાર્ટ 2ની શરુઆત કરી. ત્યારે તેઓ જેસીબી મશીન ઉપર ન ચઢ્યા. માત્ર શ્રીફળ વધેરીને કાર્યક્રમની શરુઆત કરી. તમામને આશ્ચર્ય થયું કે, સીએમ સાહેબ જેસીબી ઉપર કેમ નથી બેઠા ત્યારે સ્થાનિક અધિકારીઓએ જે માહિતી આપી કે રાજ્યના એક સાંસદે ગત વખતે જેસીબી ચલાવી હતી. સ્થાનિક નાગરિકે તેમના જેસીબી ચલાવવાના લાયસન્સ અને અનુભવ સામે સવાલ ઉભા કર્યા હતા. જેના કારણે સાસંદને 500 રુપિયાનો દંડ થયો હતો.

જેસીબી ઉપર ન ચઢવા આપ્યા આદેશ

સાસંદને દંડ થયાનો બનાવ પ્રચાર માધ્યમમાં ટોક ઓફ ધી સ્ટેટ બન્યો હતો. જેના કારણે આ વખતે જ્યારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની શરુઆત થઇ ત્યારે સીએમ પોતે પણ જેસીબી ઉપર ન ચઢ્યા. તમામ પ્રધાનોને પણ આવા વિવાદોથી દુર રહેવા સુચના આપી.

સીએમના નજીકના સુત્રો માને છે કે હાલ વિપક્ષ પહેલા કરતા વધુ એગ્રેસીવ છે. સીએમ કે તેમના પ્રધાનોની કોઇ પણ ભુલ લોકસભા ઇલેક્શનમાં વિવાદનો કારણ બની શકે છે. જેથી હાલ તમામને આવા કોઇ પણ વિવાદ ન કરવા મૌખિક સુચના હાલમાં જ મળેલી કેબિનેટની બેઠકમાં આપી દેવાઇ હતી.

શું હતી ઘટના ?

સુરતના સાસંદ દર્શના જરદોશે મે 2018મા સુરતમાં એક સફાઇ કાર્ચક્રમ દરમિયાન જેસીબી ઉપર ચઢી ગયા અને જેસીબી ચલાવ્યું. જેના ફોટા વાઇરલ થયા હતાં. તેના આધારે સુરતના સંજય ઇઝાવાએ લાયસન્સ વગર સાસંદે જેસીબી ચલાવ્યા હોવાની ફરિયાદ કરી. ત્યારે પહેલા તો સ્થાનિક ટ્રાફીક વિભાગે માત્ર ફોટો પડાવ્યા હોવાની વાત કહી મામલાને દબાવવાનો પ્રયાસ કર્યોહતો.

પણ આ નાગરિકે મક્કમતાથી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી. પોલીસ વિભાગે આ નાગરિકને કાર્યવાહી અંગે માહિતી ન આપી. આખરે રાઇટ ટુ ઇન્ફોરમેશનથી માહિતી સામે આવી કે સાસંદને 500 રુપિયાનો દંડ કરાયો હતો.

[yop_poll id=1800]

Click on your DTH Provider to Add TV9 Gujarati