CM Rupani Live: ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ, દવાખાના, ક્લિનિકમાં પૂર્વ મંજૂરી વિના કોરોનાના દર્દીની કરી શકાશે સારવાર

Kunjan Shukal
| Edited By: | Updated on: Apr 20, 2021 | 9:55 PM

મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના પગારમાં ત્રણ મહિના સુધી પ્રોત્સાહક વધારો કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ

CM Rupani Live:  ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ, દવાખાના, ક્લિનિકમાં પૂર્વ મંજૂરી વિના કોરોનાના દર્દીની કરી શકાશે સારવાર
CM VIJAY RUPANI- FILE PHOTO

Gujarat CM Vijay Rupani Live: કોરોના વાઈરસની સ્થિતિ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ( CM Rupani) આજે જાહેરાત કરતા કહ્યુ છે કે, ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ, દવાખાના, ક્લિનીક, નર્સિગહોમ હવેથી જૂન 2021 સુધી પૂર્વ મંજૂરી વિના જ કોરોનાના દર્દીની સારવાર કરી શકશે. અત્યાર સુધી સંબધિત વિભાગની મંજૂરી લઈને જ કોવિડ19 ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જ કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવતી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં કામ કરતા મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના પગારમાં ત્રણ મહિના સુધી પ્રોત્સાહક વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વર્ગ 4ના કર્મચારીથી માંડીને તજજ્ઞ તબીબોને આ પ્રોત્સાહક પગાર વધારો મળશે.

ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર થાય તે અંગે વિચારણા કરવામા આવી છે. આ માટે આર્મી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓની એક બેઠક આવતીકાલ બુધવાર, 21 એપ્રિલના રોજ યોજાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Apr 2021 09:29 PM (IST)

    રાજ્યની તમામ હોસ્પિટલો, દવાખાના કોરોનાના દર્દીની 15 જૂન સુધી મંજૂરી વિના સારવાર કરી શકશે.

    15 અેપ્રિલની આસપાસ 41 હજાર દર્દીઓ માટે વ્યવસ્થા હતી. જે વધારીને 78 હજારની ક્ષમતા કરી છે. પણ વધતા જતા કેસને કારણે વધારેલી વ્યવસ્થા અપૂરતી થઈ રહી છે. ગુજરાતની તમામ ખાનગી, સરકારી, ટ્ર્સ્ટની હોસ્પિટલ કે જેને કોવિડ19 ડેજીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરી છે તે દર્દીઓથી ભરાઈ જાય છે. હવે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનીક, નર્સિગ હોમ, હોસ્પિટલના સંચાલકો 15 જૂન સુધી તમામ દવાખાના, હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહી.માત્ર જિલ્લા કલેકટર અથવા મ્યુનિસિપલ કમિશનરને પોતે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરી રહ્યા છે તેની જાણ કરવી પડશે

  • 20 Apr 2021 09:24 PM (IST)

    આર્મી હોસ્પિટલમાં પણ કોવિડ19ના દર્દીને સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે

    નવા લોકો જોડશે તેમને પણ નવા પે સ્કેલનો લાભ અપાશે.આ વધારો જુલાઈ 2021 સુધી આપવામાં આવશે. તેવી જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.

    આજની હાઈપાવર કમિટીની બેઠકમાં લશ્કરની હોસ્પિટલ છે તેમાં કોવિડની સારવાર શરૂ કરવા આર્મી અને આપણા આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠક યોજશે. અમદાવાદ, જામનગર સહીત વિવિધ શહેરોમા આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીને સારવાર અપાશે.

  • 20 Apr 2021 09:20 PM (IST)

    કોરોનાના દર્દીની સારવાર કરતા મેડીકલ પેરામેડિકલ સ્ટાફના પગારમાં વધારો

    મેડીકલ પેરા મેડિક સ્ટાફ કામ કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહન આપવા માટે. દર્દીની સારવારમાં રોકાયેલા છે. તેમના માટે અપિલ કરુ છુ. અને પ્રોત્સાહન અને પે બાબતે નિર્ણયો કર્યો છે. 2.50 લાખ તજજ્ઞ માટે, મેડીકલ ઓફિસર માટે 1.25 લાખ આપવામાં આવશે.

Published On - Apr 20,2021 9:52 PM

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">