ગુજરાતમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને 500 કરોડની રાહત આપવાની સીએમ રૂપાણીની જાહેરાત

|

Aug 21, 2021 | 6:51 PM

સીએમ રૂપાણીના નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધુ ઉદ્યોગોને મળશે.

ગુજરાતમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને 500 કરોડની રાહત આપવાની સીએમ રૂપાણીની જાહેરાત
CM Rupani announces Rs 500 crore relief to GIDC industrialists in Gujarat (File Photo)

Follow us on

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ગુજરાતમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને 500 કરોડની રાહત- સહાય આપવાની સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. જી.આઈ.ડી.સીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠકના પગલે જી.આઈ.ડી.સી દ્વારા ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

કોવિડ-19થી ઉદભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિને પૂર્વવત પૂન:વેગવંતી કરવા જાહેર કરાયેલા આત્મનિર્ભર પેકેજને કોવિડ-19ની બીજી લહેર પછી પણ પૂન:લાવવાની ઉદ્યોગ મંડળોની રજૂઆતોનો સકારાત્મક સાનૂકૂળ પ્રતિસાદ આપતા વિજય રૂપાણીએ ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા-મોટેરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી- વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

GIDCની ઔદ્યોગિક અને રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલ ભાવવધારો નાણાંકીય વર્ષ 2021-22 માટે મોફૂફ રખાયો- ગત વર્ષ 2020-21ના ફાળવણી દર યથાવત રહેશે.

જે ઉદ્યોગકારો દ્વારા અગાઉની નીતિ અંતર્ગત સમય મર્યાદાનો લાભ મેળવી શકેલ નથી તથા જેઓએ માર્ચ ૨૦૨૨ સુધી લાભ મેળવેલ છે તેવા ઊદ્યોગકારોને માર્ચ ૨૦૨૩ સુધી વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ગુજરાતમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને 500 કરોડની રાહત- સહાય આપવાની સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.

આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર પછી રાજ્યના ઊદ્યોગ-વેપાર જગતને પૂન: વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા મુખ્યમંત્રીશ્રીએ રૂ. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજ અન્વયે GIDC દ્વારા 14 યોજનાઓ હેઠળ 31,166 ઊદ્યોગકારોને 407.72 કરોડના લાભ મળ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ ઊદ્યોગ સંગઠનો, ગુજરાત વેપારી મહામંડળ અને FIA દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આ આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે.

મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ સકારાત્મક પ્રતિસાદ આપીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- GIDCને જરૂરી કાર્યવાહી માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા

સીએમ રૂપાણીના નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધું ઉદ્યોગોને મળશે.

મુખ્યમંત્રીએ GIDC ના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા તેમજ GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ. થેન્નારસન સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકના અનુસંધાને ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે

આ પણ વાંચો :  Neeraj chopra ને વિશેષ સન્માન મળશે, સેના આ સ્પોર્ટસ સંસ્થાનું નામ ખેલાડીના નામ પરથી રાખશે

આ પણ વાંચો :  Kutch : જિલ્લામાં ફરી નોંધાયો મોટો ભૂકંપનો આંચકો

Published On - 6:21 pm, Sat, 21 August 21

Next Article