CM ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના કલેકટર સાથે કરી વાત, બે હેલિકોપ્ટર દ્વારા લાપતા માછીમારોની બચાવ કામગીરી શરુ
વહેલી સવારે ગીર સોમનાથના માછીમારો લાપતા થયાના અહેવાલ સામે આવ્યા હતા. તો CM ની વાતચીત બાદ બે હેલિકોપ્ટર દ્વારા લાપતા માછીમારોની બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
Gir Somnath: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગીર સોમનાથના (gir somnath) જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. જણાવી દઈએ કે નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ (Missing Fisherman) થઈ જવાની ઘટના ઘટી હતી.આ અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને CM એ બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે.
જણાવી દઈએ કે મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. તો માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
જણાવી દઈએ કે સવારે નવાબંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી હતી. તો સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે.
આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી છે. તેમજ હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાંની માહિતી કલેકટરે આપી છે.
મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.
જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે આ અસર થવાની આગાહી બાદ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. તો સૂચના હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો: Mission Vibrant Gujarat: આ 6 મોટા ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક, જાણો વિગત
આ પણ વાંચો: Surat: ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરી, પોલીસે કિશોરને લાખોના અફીણ સાથે ઝડપ્યો