Surat: ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરી, પોલીસે કિશોરને લાખોના અફીણ સાથે ઝડપ્યો

સુરત: ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરીનો પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણા પોલીસે રાજસ્થાનના 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે.

Surat: ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરી, પોલીસે કિશોરને લાખોના અફીણ સાથે ઝડપ્યો
smuggle opium (Creative Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:21 AM

સુરતમાં (Surat) ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરીનો (Afin Smugging) પ્રયાસનો મામલો સામે આવ્યો છે. સુરત પુણા પોલીસે રાજસ્થાનના (Rajasthan) 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડ્યો છે. તો નાના કિશોરો પાસેથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે આવતા સૌ ચોંકી ગયા છે. કિશોર પાસે સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરાવતા હોવાનો ખુલાસો થયો છે. જણાવી દઈએ કે કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવતો હતો.

ગુજરાતમાં ડ્રગ્સ સામે તંત્રએ આંખ લાલ કરી છે.  તો ગત કેટલાક સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાંથી ડ્રગ્સ, અફીણ અને ગાંજા સહીત અનેકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કડીમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 16 વર્ષના બાળકનો ઉપયોગ અફીણની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો.

જણાવી દઈએ કે મોડી રાત્રે પુણા પોલીસને આ વિશે બાતમી મળી હતી. ત્યારે પોલીસે કિશોર કે જે માત્રે 16 વર્ષનો છે તેની તપાસ કરી હતી. ત્યારે 1.89 લાખનું અફીણ તેની પાસેથી મળી આવ્યું હતું. સ્વાભાવિક છે કે આ કિશોર અફીણને સુરતમાં લાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્રાથમિક માહિતી છે કે કિશોર રાજસ્થાનથી અફીણ સુરત લાવતો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઉલ્લેખનીય છે કે કોઈ બાળક અને વિદ્યાર્થી પર કોઈની ખાસ નજર ન જાય એ માટે કિશોર મારફતે ડ્રગ્સ માફિયા હેરફેર કરતા હોવાનું તારણ છે. તો બાળકની બેગની તપાસ કરતા તેમાંથી અફીણ મળ્યું જેને પોલીસે કબજે કર્યું છે. પોલીસે આ બાળકિશોરની પણ અટકાયત કરી છે. તો આ અફીણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને અપાતું હતું તે દરેક બાબતે સુરત પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ઘટના બનતા SOG પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. કારણકે એક વિદ્યાર્થી દ્વારા હેરફેર કરતા હોવાના મામલાને ગંભીર ગણી, સુરત પોલીસ કમિશ્નર પણ આ તપાસ અંગે સચેત બન્યા છે. અને SOG ને તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો: Education Model : “દિલ્હીનું શિક્ષણ મોડેલ ફેક”, પંજાબના શિક્ષણ પ્રધાને કેજરીવાલ સરકાર પર ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">