Surat: આમ આદમી પાર્ટીની રેલીમાં બબાલ, ભાજપ અને આપના કાર્યકરો બાખડ્યા

સુરતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં બબાલ થઇ છે. ભાજપ અને આપના કાર્યકરો રીતસરના બાખડ્યા છે. જેના પગલે પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબુમાં લેવા મેદાનમાં ઉતરવુ પડ્યુ છે.

Surat: આમ આદમી પાર્ટીની રેલીમાં બબાલ, ભાજપ અને આપના કાર્યકરો બાખડ્યા
Brawl erupts between AAP and BJP during a protest rally in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 1:35 PM

સુરતમાં (Surat) AAP અને ભાજપના (BJP) કાર્યકરો વચ્ચે ધીંગાણુ ખેલાયુ. ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને માર મારવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ AAPના કાર્યકરોને માર માર્યો હતો. ભાજપ અને આપના કાર્યકરો સામે આવી જતા પોલીસે (Surat Police) વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી

સુરતમાં ભાજપ કાર્યલય પર વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મરાયો હતો અને ગોપાલ ઇટાલીયા સાથે પણ ટપલીદાવ થયો હતો. જેને લઈને બંન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા પોલીસે AAPના કાર્યકરોની અટકાયત કરી હતી.

જોકે કેટલાક AAPના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ “ભારત માતાકી જય” અને “ખાલિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મનપામાં વિરોધ કરતા AAPના કોર્પોરેટરો પર પોલીસ દમન કરાયો હોવાના આરોપ સાથે વિરોધ કરાયો હતો.

આ તરફ ભાજપ શહેર પ્રમુખ નિરંજને AAPના કાર્યકરો પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું કે, અમે અમારું કાર્યાલય સાચવીને બેઠા હતા. તે લોકો સામેથી આવ્યા, જેથી અમારા કાર્યકરો સામે ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">