રાજકોટમાં ભૂમાફિયા ત્રાસ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરશે, હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી માહિતી

|

Feb 20, 2022 | 10:48 PM

રાજકોટમાં રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયા ત્રાસ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરશે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી.

રાજકોટમાં ભૂમાફિયા ત્રાસ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરશે, હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી માહિતી
Gujarat CID Crime Probe Rajkot Land Mafia Case (File Image)

Follow us on

રાજકોટમાં(Rajkot )  રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયા(Land Mafia)  ત્રાસ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ(CID Crime)  કરશે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી.આ સમગ્ર કેસમાં ગુહ મંત્રી હર્ષ સંઘવીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જેમાં મૃતકના પરિવારજનોએ રાજકોટ બહારની પોલીસ તપાસ કરે તેવી માંગ કરી હતી. જેમાં ભુમાફિયાઓએ અવિનાશ ધુલેશિયા નામના વ્યક્તિની હત્યા કરી હતી.ઉલ્લેખનીય છે કે, રાજકોટ માં રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાના ત્રાસ મુદ્દે રાજકોટ બહારના IPS અધિકારીની અધ્યક્ષતામાં તપાસ થશે. મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદાર અવિનેશનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. ત્યારે પરિવારે આરોપીને ફાંસીની સજા ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે સાંસદ મોહન કુંડારિયાએ મૃતકના પરિવારજનોને ખાતરી આપ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં રાજકોટ ભાજપના નેતાઓ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પરિરવારજનોએ રાજકોટ બહારના અધિકારીની અધ્યક્ષતામાં તપાસની માગણી કરી હતી. જે બાદ સાંસદ મોહન કુંડારિયાએ તેમની માગણી સ્વીકારી તપાસ કરવાની ખાતરી આપી હતી. મોહન કુંડારિયા ઉપરાંત રાજકોટ ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોધરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સાંસદ મોહન કુંડારિયાએ ખાતરી આપી હતી કે, આ ઘટનાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. સમગ્ર કેસની શરૂઆતથી તપાસ થશે અને મૃતકના પરિવારજનોને ન્યાય મળશે.

મહત્વનું છે કે રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓ દ્વારા મારામારીના કેસમાં ઈજાગ્રસ્ત કારખાનેદાર અવિનેશનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જેને લઇ મારામારીનો કેસ હત્યામાં ફેરવાયો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી હતી. તો હજુ મોટા માથા પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ કારખાનેદારના મૃત્યુ બાદ પરિવારજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી આરોપીઓને ફાંસીની સજા ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તો પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં ભૂમાફિયા ત્રાસ આપી રહ્યાં છે અને તેમની મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યાં છે.પરિવારજનોની માંગ છે કે જેવી અમાર પર વિતી છે તેવી ભૂમાફિયાઓ પર પણ વીતવી જોઇએ. જ્યાં સુધી પોલીસ રક્ષણ અને ભૂમાફિયાઓને ફાંસી સજા નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : Surat : દક્ષિણના વિવર્સે સાડીનું ઉત્પાદન બંધ કરતા જરી ઉદ્યોગે 50 ટકાનો કાપ મુક્યો

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં પોલીસ અધિકારી કોકા-કોલા પીતા પકડાયા, જજે આપી અનોખી સજા

 

Published On - 10:18 pm, Sat, 19 February 22

Next Article