Gujarat Monsoon: 29 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, મધ્ય અને ઉત્તર ગુજરાતને જોવી પડશે રાહ, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત્

|

Jun 25, 2022 | 11:55 AM

એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ (Rain)થઈ રહ્યો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને હજી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 29 જૂનથી સત્તાવાર ચોમાસાની આગાહી કરી છે.

Gujarat Monsoon: 29 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, મધ્ય અને ઉત્તર ગુજરાતને જોવી પડશે રાહ, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત્

Follow us on

Gujarat Monsoon 2022:  હવામાન વિભાગે (Weather Department)કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 29 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનું (Official Monsoon)આગમન થશે. જોકે પવનની પેર્ટન અનૂકૂળ ન હોવાને લીધે મધ્ય તેમજ ઉત્તર ગુજરાતને વરસાદ માટે વાટ જોવી પડશે. વરસાદયોગ્ય વાદળો ન બંધાતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.

જોકે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત મેઘમહેર થઈ રહી છે. અને સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.  ગુજરાતના છેવાડે આવેલા ચીખલીમાં આભ ફાટ્યું હોય તેમ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામા સરેરાશ 39. 25 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. ગત રોજપણ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પરથી પાણીના ઝરણા વહેતા થયા હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 જૂલાઇ સુધી  સમગ્ર રાજ્યમાં  ચોમાસુ વ્યાપી જશે અને એક આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લામાં વ્યાપક વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભેજવાળા વાદળો ખેચાઇ આવે તેવી પવનની પેર્ટન નથી તેના કારણે ચોમાસું ખેંચાયું છે અને કેટલાક જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાંને  બાદ કરતા  નોંધપાત્ર વરસાદ થયો નથી. ત્યારે હવે સત્તાવાર ચોમાસાને પગલે આશા જાગી છે કે આગામી સમયમાં  ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ  સારા વરસાદનું આગમન થશે અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળશે.

 

Published On - 11:32 am, Sat, 25 June 22

Next Article