Chhota Udepur: અદ્યતન હોસ્પિટલ હોવા છતા દર્દીઓને ખાવા પડી રહ્યા છે ધક્કા, ખાનગી હોસ્પિટલનો લેવો પડે છે સહારો

|

Jun 26, 2022 | 5:56 PM

આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, કરોડોનું ખર્ચ કરી અદ્યતન હોસ્પિટલ (Hospital) તો બનાવવામાં આવી છે પણ ડૉક્ટરો (Doctors) વિના નકામી છે.

Chhota Udepur: અદ્યતન હોસ્પિટલ હોવા છતા દર્દીઓને ખાવા પડી રહ્યા છે ધક્કા, ખાનગી હોસ્પિટલનો લેવો પડે છે સહારો
Chhota Udepur General Hospital

Follow us on

છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાની અદ્યતન એવી જનરલ હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો પોતાનો ઈલાજ કરવવા માટે આવે છે. જો કે અહી આવતા લોકોને ફક્ત નિરાશા મળે છે. છોટાઉદેપુરને નવરચિત જિલ્લાનું બિરુદ મળતા જ અહી કરોડોના ખર્ચે જનરલ હોસ્પિટલ (General Hospital) બનાવવામાં આવી હતી. જોકે તબીબોના અભાવને લઈ અહી આવતા દર્દીઓને (Patients) ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાય સિકલસેલના દર્દી અને પ્રસૂતા મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. અહી આવતા કેટલાક ક્રીટીકલ દર્દીઓને ફક્ત ડૉક્ટરની સેવાને બદલે રિફર નોટ મળે છે. જેને લઈ લોકોને અહીથી 100 કિમી દૂર આવેલ વડોદરા સુધી જવું પડતું હોય છે. તો કેટલાક લોકો રસ્તામાં તકલીફ વધી જાય તો તેમણે બોડેલી ખાતેના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે છે. જ્યાં ગરીબ દર્દીઓના ખિસ્સા ખાલી થઈ જતાં હોય છે. જેથી આ વિસ્તારના લોકો એકજ માગ કરે છે કે તેમના માટે ડૉક્ટરોની (Doctors) અછત પુરી કરવામાં આવે.

અદ્યતન સાધનો છતા તબીબોના અભાવે દર્દીઓને સારવાર નહીં

એવું નથી કે જનરલ હોસ્પિટલમાં મેડિકલ સાધનોની ઉપલભ્ધતા ન હોય. આ હોસ્પિટલમાં તમામ મેડિકલ ઇન્સ્ટ્ર્યુમેન્ટસ છે. પણ તેને ચલાવનાર જ ન હોવાથી તે નકામા બની ગયા છે. જંગલ અને ડુંગર વિસ્તારમાંથી આવતા ગરીબ આદીવાસી દર્દીઓને તકલીફ ન પડે તે માટે આ હોસ્પિટલ બનાવવામાં કેટલાક દાતાઓએ મદદ પણ કરી છે. ઓક્સિજનની તકલીફ ન પડે તે માટે અહી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જો કે આજે તે પ્લાન્ટ પર તાળાં લટકી રહ્યા છે. જે બાબતે સુપ્રિટેન્ડન્ટને પૂછતાં તેમણે જણાવ્યુ કે, ઓક્સિજનની જરુરિયાત હોય તેવા એક કે બે જ દર્દી હોવાથી પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો.

ફિજીયશન અને ગાયનેક ડોક્ટર્સની અછત

વાત આમ તો એ પણ સાચી છે અહી દર્દી જ ન હોય તો તેનો ઉપયોગ પણ નિરર્થક છે. અહીં વેન્ટિલેટર છે પણ તેને ઉપયોગ કરનાર ફિઝિસીયન ડૉક્ટરનો અભાવ છે. અહી આવતી પ્રસૂતા મહિલાઓ માટે ગાયનેક ડૉક્ટરનો અભાવ છે. હોસ્પિટલમાં જે ડૉક્ટરોની મહેકમ હોવી જોઈ તેમાં ખાસ ડૉક્ટરોની જગ્યા ખાલી છે. જનરલ હોસ્પિટલમાં 12 ક્લાસ વન ડોક્ટરોની જરુરિયાત સામે ફિજીયશન અને ગાયનેક ડોક્ટર્સની અછત છે. તો આઠ કલાસ ટુ મેડિકલ ઓફિસરની જરુરિયાત સામે છ હજાર છે, ત્યારે આટલા મોટા જિલ્લામાં જનરલ હોસ્પિટલને તબીબોના અભાવના કારણે ધક્કા ખાવા પડતા હોય તો તે યોગ્ય ન કહેવાય.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, કરોડોનું ખર્ચ કરી અદ્યતન હોસ્પિટલ તો બનાવવામાં આવ્યું છે પણ ડૉક્ટરો વિના નકામું છે. જે ડોક્ટર્સ છે તે પણ અનિયમિત છે. ખાસ ડોક્ટરોનો તો અભાવ છે જ સાથો સાથ અહી બ્લડ બેન્ક પણ ન હોવાતી દર્દીઓને દૂર સુધી જવું પડે છે. આ વિસ્તારમાં સિકલ સેલના દર્દીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. આ દર્દીઓને બ્લડની ખાસ જરૂરિયાત ઉભી થાય છે પણ બિચારા દર્દી કે દર્દીના સગા કરે તો શું કરે.

ઓર્થોપેડિક ડોક્ટરની હાજરી પણ અનિયમિત હોવાથી દર્દીઓ અન્ય સ્ટાફ પાસે તાત્કાલિક પાટા બંધાવી ચલાવી લે છે અને તકલીફ વધુ હોય તો વગર વિચારે ખાનગી હોસ્પિટલમાં જ જવું પડે. સરકાર દ્વારા હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોય પણ અહીં આવતા દર્દીને સારવાર ના મળે તો ? કેટલાક લોકો તો આ હોસ્પિટલને જ બીમાર હોસ્પિટલ કહી રહ્યા છે.

(વીથ ઇનપુટ- મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

Next Article