Death: રાજ્યમાં ગોજારો સાબિત થયો શુક્રવાર, અલગ અલગ અકસ્માતની 6 ઘટનામાં 8 લોકોના ગયા જીવ, અનેક ઈજાગ્રસ્ત- Video

|

May 24, 2024 | 5:13 PM

રાજ્યમાં શુક્રવારનો દિવસ ભારે ગોઝારો સાબીત થયો છે, સાબરકાંઠા,સુરત,વડોદરા,કચ્છ અને તાપીમાં અકસ્માત થતા કુલ 8 લોકના મોત થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે.સાબરકાંઠામાં અકસ્માત થતા ગામડીના ગ્રામજનો વિફર્યા હતા અને પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. સુરતમાં શાકભાજી ભરેલો ટ્રક પલટી જતા 3 લોકોના મોત થયા હતા. આ જ રીતે તાપીમાં પણ બે બાઇક સામસામે ટકરાતા બે લોકોના મોત થયા હતા

રાજ્યમાં આજનો દિવસ ગોજારો સાબિત થયો છે. આજના દિવસે એકસામટી 6 શહેરોમાં અકસ્માતની ઘટના સામે આવી છે. આજના દિવસે સવારથી જ જાણે અકસ્માતોની વણઝાર સર્જાઈ હોય તેવા એક બાદ એક દૃશ્યો સામે આવ્યા છે. સૌપ્રથમ કચ્છની વાત કરીએ અહીં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ તરફ તાપીમાં પણ નિઝરના વડલી ગામે બે બાઈક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો અને બંને બાઈક સવારના ઘટનાસ્થળે જ મોત થયા.

છોટા ઉદેપુરના જેતપુર પાવી કવાંટ રોડ પર પીકઅપ વાનને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ગઈ અને લગભગ 20 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા. વડોદરામાં ડભોઈ રોડ પર રીક્ષા વીજ થાંભલા સાથે ટકરાઈ.સદ્દનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. બે લોકો ઈજાગ્રસ્ત થયા. 3 કિ.મી.સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો. સુરતના ધુલીયા નેશનલ હાઈવે 53 પર પણ ભયાવહ દૃશ્યો સર્જાયા. ધુલીયાથી ટામેટા ભરીને સુરત જતી ટ્રક પલટી ખાઈ ગઈ અને ટ્રકમાં સવાર 3 લોકોના મોત થયા. જ્યારે 7 ઈજાગ્રસ્ત થયા. જો કે સૌથી ચિંતાજનક દૃશ્યો સાબરકાંઠામાંથી સામે આવ્યા કે જ્યાં “અકસ્માત” બાદ પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ ગઈ અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

સાબરકાંઠાના ગામડી ગામેથી જે ઘર્ષણના અને ચક્કાજામના દૃશ્યો સામે આવ્યા. અહીં અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત બાદ પરિસ્થિતિ વણસી હતી. રસ્તો પસાર કરી રહેલાં ગામના એક રાહદારીને પૂરપાટ ઝડપે આવી રહેલ વાહને અડફેટે લીધાં. અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. દુર્ઘટના બાદ આક્રોશમાં આવેલા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા. અને હાઈવે જ બંધ કરી દીધો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે ગ્રામીણોએ પોલીસને જ આડે હાથ લઈ લીધી. ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ડીવાયએસપીના વાહનને પણ આગ લગાવી દીધી. સામે છેડે પોલીસને પણ પરિસ્થતિને કાબૂમાં લેવા. ટિયરગેસનો મારો ચલાવવો પડ્યો. લગભગ 120 જેટલાં ટિયરગેસના સેલ છોડીને મામલો થાળે પાડવામાં આવ્યો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હકીકત એ છે કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતને લીધે નિર્દોષ ગ્રામજનોના જીવ જઈ રહ્યા છે. ગ્રામજનો છેલ્લાં ઘણાં સમયથી. ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે. આ માંગ મંજૂર પણ થઈ છે. પરંતુ, તે અંગે ક્યારેય કામ શરૂ જ નથી થયું અને એટલે જ લોકો જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બને છે અને અકસ્માતનો શિકાર બને છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભોંયરામાં લાગેલી આગ પર 15 કલાકની જહેમત બાદ કરાયો સંપૂર્ણ કાબુ, 112 જવાનો અને 39 ગાડીઓની લેવાઈ મદદ – Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article