છોટાઉદેપુર : સંખેડાના આંબાપુરા-કછાટા ગામના ખેડૂતો માટે કેનાલો બની અભિશાપ, અધિકારીઓની બેદરકારી-ખેડૂતો બન્યા ભોગ

|

Mar 13, 2022 | 3:09 PM

અધિકારીઓની બેદરકારીનો નમૂનો સંખેડા તાલુકાનાં કાછાંટા ગામ પાસે જોવાઈ રહ્યો છે . માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે. જેને લઈ હજારો લીટર પાણીનો બિન જરૂરી વેડફાટ થઈ રહ્યો છે.

છોટાઉદેપુર : સંખેડાના આંબાપુરા-કછાટા ગામના ખેડૂતો માટે કેનાલો બની અભિશાપ, અધિકારીઓની બેદરકારી-ખેડૂતો બન્યા ભોગ
Chhotaudepur: Canals become a curse for farmers of Ambapura-Kachhata village of Sankheda

Follow us on

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા અને કછાટા ગામ ખેડૂતોને(Farmers) સિંચાઇનું પાણી મળે તે માટે નર્મદા નિગમ (Narmada Nigam)દ્વારા ખેડૂતોના ખેતરો સુધી માઇનોર કેનાલો (Minor canals)વર્ષો પહેલા બનાવી હતી. પણ એ-જ કેનાલો આજે ખેડૂતો માટે અભિશાપ બની રહી છે. કેટલીક કેનાલોમા ગાબડા પડે છે. તો કેટલીક જગ્યાએ માઇનોર કેનાલમા સિંચાઇનું પાણી ન પહોંચતા અધિકારીઓની બેદરકારીનો ભોગ લોકો ભોગ બની રહ્યા છે.

આંબાપુરા અને કછાટાની વચ્ચેથી દોઢ કીમીની નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલો તો બનાવવામા આવી છે. લગભગ દશ વર્ષ જૂની માઇનોર કેનાલોના સ્ટ્રકચર આજે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. વર્ષો પહેલા જ્યારે આ કેનાલોનું નિર્માણ કરવામા આવ્યું હતું. ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં અનેરી ખુશી હતી. ખેતીમાં બમણી આવક થશે તેવી એક આશા પણ બંધાઇ હતી. પણ હવે એ આશા ઠગારી સાબિત થઈ રહી છે. જૂની આ માઈનોર કેનાલોની દેખરેખ અધિકારીઓ દ્વારા રાખવામાં આવતી નથી. જેને લઈ આજે આ કેનાલોમાં નીચેથી જમણ થઈ રહ્યું છે. તો જેટલીક જગ્યાએ ગાબડા પાડવાથી સિંચાઇનું પાણી વહીને ખેડૂતોના ખેતરમાં બિન જરૂરી પહોંચે છે . નિરર્થક રીતે ખેડૂતોના ખેતરમાં પાણી આવતા કેટલાક ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરે છે. તો કેટલાક એવા ખેતરોમાં પાણી પહોંચે છે કે આવનારા ઉનાળા સમયની ખેતી કરવા માટે માટે મુશ્કેલી પડશે તેવું ખેડૂતોનું કહેવું છે.

અધિકારીઓની બેદરકારીનો નમૂનો સંખેડા તાલુકાનાં કાછાંટા ગામ પાસે જોવાઈ રહ્યો છે . માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે. જેને લઈ હજારો લીટર પાણીનો બિન જરૂરી વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સિંચાઇના પાણીની જરૂર હતી. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા પાણી આપવામાં ન આવ્યું. હવે જ્યારે પાણીની જરૂર નથી ત્યારે પાણી છોડવામાં આવતા ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. કેટલાક કપાસના ખેતરો છે જેમાંથી કપાસ વીણવા માટે પણ ખેતરમાં જઇ શકાય તેમ નથી.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

દોઢ કિ.મી. લાંબી આ નર્મદાની માઇનોર કેનાલમાં કેટલીક જગ્યાએ ગાબડા પડી જતા પાણી ખેતરોમાં વહી જાય છે. તો કેટલીક જગ્યાએ એ તો વર્ષોથી સિંચાઈનું પાણી પહોંચ્યુ જ નથી. કેનાલો અને સ્ટ્રકચરને ખેડૂતો શોભાના ગાંઠિયા સમાન ગણાવી રહ્યા છે. વર્ષોથી કેનાલની મરામત કે સફાઈ કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં ચોમાસા બાદ જળ સ્તર નીચે જતા રહે છે. અને સિંચાઇની બીજી કોઈ વ્યવસ્થા પણ નથી. જેને લઈ કેટલાક ખેડૂતો તો ફક્ત વરસાદ આધારીત જ ખેતી કરવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે તેને લઈ ખેડૂતોએ તેમની મહામૂલી જમીન આપી હતી. પરંતુ હાલમાં પડી રહેલ મુશ્કેલીને લઈ તેમને કોઈ ફાયદો થતો નથી. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને બમણી આવક થશે તેવી આશા સાથે માઇનોર કેનાલો બનાવી ખેડૂતોને નુક્શાની સિવાય કાઈ મળતું નથી.

આ પણ વાંચો : મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચો : The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

Next Article