Chhotaudepur: વર્ષોની રજૂઆત બાદ મેણ નદી પર પૂલનું કામ શરૂ થયું પણ કોન્ટ્રાક્ટર કામ છોડી ભાગી જતાં 100 ગામના લોકો ચોમાસામાં સંપર્ક વિહોણા બની જશે

વારંવાર રજૂઆત કરી હતી જેના પરિણામે નદી પર પાંચ કરોડના ખર્ચે પૂલ બનાવવાનું નક્કી કારવામાં આવ્યું અને કોન્ટ્રાકટરને કામ પણ સોપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે પુલના નિર્માણનું કામ શરૂ કર્યું હતું પણ છેલ્લા છ માસથી કામ બંધ છે

Chhotaudepur: વર્ષોની રજૂઆત બાદ મેણ નદી પર પૂલનું કામ શરૂ થયું પણ કોન્ટ્રાક્ટર કામ છોડી ભાગી જતાં 100 ગામના લોકો ચોમાસામાં સંપર્ક વિહોણા બની જશે
contractor left the work
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 06, 2022 | 8:25 AM

છોટાઉદેપુર (Chhotaudepur)  જીલ્લાના નસવાડી તાલુકામાં આવેલ મેણ નદીમાં ચોમાસા (monsoon) દરમિયાન પાણી આવતા હજારો લોકો  (people) સંપર્ક વિહોણા બની જાય છે. જે બાબતેની વારંવાર રજૂઆત સરકાર (Government) માં કરવામાં આવતાં સરકારે પાંચ કરોડના ખર્ચે નદી પર પૂલ બનાવવાની મંજૂરી આપી અને કામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. જોકે પૂલનું કામ જે કોન્ટ્રાકટર (contractor) ને શોપવામાં આવ્યું હતું તે કામ છોડીને જતો રહ્યો. છેલ્લા છ માસથી કામ અધૂરું છે, હવે લોકો એ પણ આશા છોડી દીધી છે કે ચોમાસા પહેલા આ પૂલનું કામ પૂર્ણ થઈ શકશે.

નસવાડી તાલુકાના ખુસાલપુરા અને ઘડ ગામ વચ્ચેથી પસાર થતી મેણ નદી ઉપર વર્ષોથી લો લેવલનો કોજવે બનાવેલ છે. જે કોજવે પરથી લગભભ 100 જેટલા ગામના લોકો પસાર થાય છે. ઉનાળા અને શિયાળાના સમયે આ ગામના લોકોને અવર જવરમાં ખાસ મુશ્કેલી પડતી નથી પરંતુ ચોમાસાના ચાર માસ આ વિસ્તારના લોકો ખૂબ મુસીબતનો સામનો કરવો પડે છે. બધી બાજુ ડુંગરો આવેલા હોય બીજો રસ્તો પણ નથી, જેથી એક માત્ર આ રસ્તાનો સહારો છે. ચોમાસા દરમિયાન જ્યારે પણ મેણ નદીમાં પાણી આવી છે ત્યારે લોકોને લો લેવલના કોજવે ઉપરથી પસાર થવું મુશ્કેલ બને છે અને કેટલીક વાર પાણી કોજવે ઉપરથી ન ઉતરતાં બેથી ત્રણ દિવસ સુધી લોકો અટવાઈ પણ જાય છે.

આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી જેના પરિણામે નદી પર પાંચ કરોડના ખર્ચે પૂલ બનાવવાનું નક્કી કારવામાં આવ્યું અને કોન્ટ્રાકટરને કામ પણ સોપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે પુલના નિર્માણનું કામ શરૂ કર્યું હતું પણ છેલ્લા છ માસથી કામ બંધ છે અને જે કામદારો કામ કરતાં હતા તે પણ ધીમે ધીમે અહીંથી જતાં રહ્યા છે.

પૂલના સ્તંભ ઊભા કરી દેવામાં આવ્યા છે અને કામગીરી માટેના સળિયા અને લોખંડ લાવીને મૂકે દેવામાં આવ્યું છે પણ કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં નારાજગી જોવાઈ રહી છે. લોકોને એ વાતની ખબર નથી કે કામ કેમ બંધ છે. કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા છે કે કોન્ટ્રાકટર ખોવાઈ ગયો છે. સરકાર આ ખોવાઈ ગયેલ કોન્ટ્રાકટરને શોધી તાત્કાલિક કામ શરૂ કરાવે તેવી માગ કરી રહ્યા છે.

બંધ કામગીરીને જોતાં પૂલ ચોમાસાની શરૂઆત પહેલા કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થાય તેમ લાગતું તો નથી પણ ગામ લોકો છ માસ થી બંધ પડેલ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ લો લેવલના કોજવે પરથી સ્કૂલના બાળકો, નસવાડી ખાતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા જતાં ગામ લોકો અને તેમાય ચોમાસા ના સમયે કોઈ પ્રસૂતાને હોસ્પિતાલ પર લઈ જવાનો વારો આવે તો ભારે મુશ્કેલીનો સામનો તેમના પરિવારજનો કરતાં હોય છે. 100 ગામો ને જોડતા આ રસ્તા પર પૂલ જલદી બને તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે અને જલ્દી જે કોન્ટ્રાકટરને કામ સોપયુ છે તેની પાસે કામ શરૂ કરાવે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ

આ પણ વાંચોઃ Rajkot: નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇને મોટા સમાચાર, છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati