Chhota Udepur: ગરીબ ખેડૂતને હળ ખેંચતો વીડિયો જોઈ દ્રવી ઉઠ્યુ મોડેલ એશ્રા પટેલનું હ્રદય, ખેડૂતના ઘરે બળદ પહોંચાડી કરી મદદ
Chhota Udepur: ઈટવડા ગામે ગરીબ ખેડૂત દંપતીનો હાથેથી હળ ખેંચતો વીડિયો વાયરલ થતા તેમની વ્હારે આવી છે મોડેલ અને એક્ટ્રેસ એશ્રા પટેલ. વાયરલ વીડિયો જોઈ એશ્રા પટેલનું હ્રદય દ્રવી ઉઠ્યુ અને તેમણે ખેડૂતને બળદની મદદ કરી છે. સાથોસાથ ખેડૂતના મંદબુદ્ધિના દીકરાની સારવારની જવાબદારી પણ લીધી છે.
Chhota Udepur: ઇટવડા ગામનું એક દંપતી કે જેની પાસે ફક્ત અડધો વિંઘા ખેતીનો ટુકડો છે. આટલી નાની જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવાવું ખૂબ મુશ્કેલ હોઈ એ કોઈ પણ સમજી શકે . પતિ પત્ની અને એક દીકરી અને એક દીકરો આ પરિવાર ના સભ્યો છે. દીકરીના લગ્ન થઈ ગયાં છે અને દીકરો છે તે મંદબુદ્ધિનો હોવાથી દવા માટે ખૂબ ખર્ચ આવે છે. આથી ખેડૂત પરિવાર ઘણો આર્થિક ભીંસ વેઠી રહ્યો છે. છે. આમ છતાં પરિવારના ગુજરાન માટે કઈક તો કરવું જોઇએ જેથી જે થોડી જમીન છે. તેમાં ખેતી કરવા માટે બળદ કે ટ્રેકટર હોવું જોઇએ જે તેમની પાસે નથી. જેથી વિચાર્યું કે તે બળદ બને અને ખેતી માટે ખેડાણ કરે આ વિચારને લઈ તેમના પત્ની એ તેમને સાથ આપ્યો ચોમાસાની શરૂઆત થતા આ દંપતી કામે લાગી ગયા છે અને અનુભાઈ બળદ જે રીતે કામ કરે છે તે રીતે હળ ખેચી રહ્યા .આ દૃશ્યો એક વ્યક્તિ એ તેના મોબાઈલમાં આ ઉતર્યા હતા અને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
ગરીબ ખેડૂતનો વીડિયો જોયા બાદ એશ્રાએ તાત્કાલિક ખેડૂતને બળદની મદદ પહોંચાડી
આ વીડિયો વાયરલ થયા અને કોઈપણને હચમચાવી દે તેવા હતા. આ વીડિયો એશ્રા પટેલે જોયા અને તેમનુ હ્રદય પણ દ્રવી ઉઠ્યુ. તેમણે મનોમન નક્કી કરી લીધું તે આ ગરીબ દંપતી ને મદદ કરવી છે. રાહ જોયા વગર જ એશ્રા પટેલ તેના પિતા સાથે બળદ લઈને ખેડૂતના ઘરે પહોંચ્યા અને ખેડૂતને મહામૂલી મદદ મળતાં તેની ખુશીનો પાર ના રહ્યો. તેના અંધકારમય જીવનમાં ઉજાસ પથરાયો હોય તેવુ તેને લાગ્યુ. એશ્રા પટેલ ખેડૂતના ઇટવાડા ગામની મુલાકાત લીધી તો જોયું કે તેના પરિવારમાં એક મંદબુદ્ધિનો દીકરો પણ છે. એશ્રા પટેલે જણાવ્યું કે આ તમારા દીકરાને સજો કરવાની જવાબદારી મારી. તેને ત્યાંથી જ ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો અને સારવારની વિગતો મેળવી હતી.
એશ્રા પટેલ બોલીવુડના ચકાચોંધ માહોલમાં રહેછે. તેને બચપણ થીજ લોકોની મદદ કરવુ ખૂબ ગમે છે. બોડેલી તાલુકાના નાના ગામ કાવિઠાની વતની છે. તેને કોઈનું દુઃખ જોવાતું નથી. તે સતત લોકસેવા કરતી રહે છે. જેથી તે પોતાના ગામનો વિકાસ કરવા માટે તે ચકાચોંધ દુનિયાને છોડી મહિલા સરપંચ બનવા માટે પોતાના ગામે આવી હતી. પણ તેની ચૂંટણીમાં હાર થઈ હતી. જોકે એશ્રા પટેલ નાસી પાસ થઈ નથી. તે સતત લોકોની મદદ કરતી જ રહેશે.
એશ્રા પટેલના પિતાનું કહેવું છે કે ગયા વર્ષે તેને કાર અકસ્માત નડ્યો હતો. એશ્રા પટેલ બચે તેવી સ્થતિમાં હતી. તેના બંને પગમાં માથામાં અને તેની છાતીની પાંસળીઓ તૂટી ગઈ હતી. આમ છતાં તેની લોકસેવાની વૃત્તિને લઈ લોકોની દુવાથી તે બચી જવા પામી હતી.
કોઈના જીવનમાં ઉજાસ પાથરવાનો લ્હાવો કંઈક અનેરો હોઈ છે. એશ્રા પટેલ એક પ્રયાસથી ખેડૂતના જીવનમાં ઉજાસ પથરાયો છે તેની ખુશી નો પાર રહ્યો નથી. Input Credit- Makbul Mansuri- Chhota Udepur
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો