AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur: વાંટા નજીક 5 મહિનાથી પૂલ ધોવાયો, છતા તંત્ર નીંદ્રાધીન, 25થી 30 ગામોના લોકોના હાલાકી

Chhota Udepur: બોડેલીના વાંટા ગામ નજીક આવેલા પૂલનું છેલ્લા 5 મહિનાથી ધોવાણ થયુ છે. પરંતુ તંત્રદ્વારા પૂલ નિર્માણની કામગીરી કરવામાં નથી આવી. જેના કારણે આસપાસના 25થી30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Chhota Udepur: વાંટા નજીક 5 મહિનાથી પૂલ ધોવાયો, છતા તંત્ર નીંદ્રાધીન, 25થી 30 ગામોના લોકોના હાલાકી
25 ગામોને જોડતો પૂલ ધોવાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:03 AM
Share

 છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વાંટા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર આવેલી એક કોતર છે. જેની પર બનેલા પૂલનું ધોવાણ થઈ ગયું છે. હવે ફિકર એ વાતની છે કે ચોમાસુ આવતા પહેલા જો પુલનું નિર્માણ નહીં થાય તો 25 થી 30 ગામના રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાશે. ગત ચોમાસામાં પૂલનું ધોવાણ થઈ ગયું હતું. સરકાર દ્વારા સાવધાન રહેવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે પરંતુ 5થી 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પૂલનું ફરી નિર્માણ કરવામાં નથી આવ્યું. જેના કારણે આસપાસના 25થી 30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

25થી 30 ગામોને જોડતો એકમાત્ર પૂલ ધોવાયો, તંત્ર નીંદ્રાધીન

આ એક માત્ર રસ્તો હોવાથી આસપાસના ગામના લોકોની ચિંતા ઓર વધી ગઈ છે. હાલ તો ગામ લોકોએ નદીના પટમાંથી ડાઈવર્ઝન આપ્યું છે અને ત્યાંથી વાહન પસાર થાય છે પરંતુ ચોમાસા પહેલા આ પૂલ નહીં બનાવામાં આવે તો આસપાસના ગામના લોકો પોતાના જ ગામમાં કેદ થઈ જાય તેવી સ્થિતિ બની જશે. એટલું જ નહીં એમ્બ્યૂલન્સ જેવા ઈમરજનસી વાહનો પણ નહીં ચાલી શકે.

સ્થાનિકો રજૂઆતો કરી-કરીને થાક્યા, નીંભર તંત્રની નથી ખૂલતી આંખ

એવું ય નથી કે તંત્રને આની જાણ નથી બલકે પાવીજેતપૂર, બોડેલી, નસવાડીને જોડતા આ માર્ગના પૂલના નિર્માણ માટે લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિકોના મતે જો પૂલના નિર્માણની કામગીરી તાકીદે શરૂ કરવામાં નહી આવે તો લોકો માટે અવરજવર બંધ થઈ જશે. ચોમાસા સમયે ખેડૂતો પણ પોતાના ખેતરમાં નહીં જઈ શકે. સૌથી કફોડી સ્થિતિ વિદ્યાર્થીઓની થઈ છે. શાળા અને કોલેજે જવા માટે માત્ર આ એક જ રસ્તો છે અને ચોમાસા પહેલા પૂલ ન બન્યો તો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરવા પણ નહીં જઈ શકે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકારી તંત્રને આ મુશ્કેલી દેખાશે ?

ડાયવર્ઝન હોવાને કારણે કેટલાક લોકો જીવના જોખમે કોતરમાં ઉતરીને નદી પાર કરી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે તંત્ર અને સત્તાધારીઓને સ્થાનિક લોકોની આ મુશ્કેલીઓ દેખાશે કે, કેમ તે એક મોટો સવાલ છે.

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">