Chhota Udepur: દીપડાની દહેશત સાતમા દિવસે પણ યથાવત, બાળકોને શાળાએ મોકલતા ડરે છે વાલીઓ
દીપડાના ભયને કારણે બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે. ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સાતમા દિવસે દીપડાની દહેશત વરતાઈ રહી છે તેમજ જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં બે બાળકોનાં મોત બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બીકના કારણે ખેડૂતો ખેતરમાં જવાનું અને બાળકો શાળાએ જવાનું ટાળી રહ્યા છે તેમજ સ્થાનિકોએ માંગણી કરી છે કે વન વિભાગ વહેલી તકે દીપડાને પકડી લે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં દીપડાનો ડર દૂર થયો નથી. બે દિવસ અગાઉ મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું હતું. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો છે.
દીપડાના ભયને કારણે બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે. ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે તો બીજી તરફ આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવીને ખેતરોમાં તૈનાત છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામા આજ સાતમાં દિવસે પણ દીપડાની દહેશત યથાવત છે. દીપડા ના હુમલા માં બે બાળકો ના જીવ ગયા પછી આજે બોડેલી તાલુકા ના સાત જેટલા ગામો માં આદમ ખોર દીપડા ના ડર ને લઈ લોકો થરથર કાંપી રહ્યા છે. ખેડૂતો ખેતર જવા નું ટાળી રહ્યા છે તો બાળકો ને વાલી ઓ સ્કૂલ મા મોકલી નથી રહ્યા
મુલધર અને ધોરીવાવ ગામ ના બે બાળકો ના આદમ ખોર દીપડા ના હુમલા માં મોત થયા બાદ મુલધર,ટીંબી, જબુગામ , ધોરીવાવ ગામ ના લોકો માં દીપડા ની એવી તો દહેસત છે કે લોકો આજે ધર બહાર નીકળવા તૈયાર નથી .લોકો ના ખેતર ના પાક તૈયાર થવા ના આરે છે પણ પાણી વાળવા જઈ શકતા નથી લોકો ધર ની બહાર બાંધેલા પશુ ના રક્ષણ માટે રાત્રિ ના ઉજાગરા કરી રહ્યા છે. આદમ ખોર દીપડાના ડરને લઈ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે વન વિભાગ પણ દીપડા ને પકડી પાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા હોવા છતાં દીપડો પકડાય નથી રહ્યો .
તારીખ 29 જાન્યુઆરીના રોજ મુલધર ગામ ના એક બાળક પર હુમલો કરતા તેનું મોત થયું ત્યાર બાદ ફરી બે દિવસ અગાઉ ધોરીવાવ ગામે દીપડાના હુમલામાં બાળકનું મોત થતા સારા પંથકમાં એવો તો ડર જોવાઇ રહ્યો છે હવે ટોકરવા ગામમાં દીપડો દેખતા આ ગામના લોકોમાં ચિંતા જોવાઇ રહી છે . બાળકો પર જ ખાસ હુમલો દીપડો કરતો હોઈ બાળકોને તેમના વાલી એકલા છોડવા તૈયાર નથી. વાલી ઓ તેમના બાળકોને સ્કૂલે પણ મોકલવા તૈયાર હોય સ્કૂલમા જૂજ જ બાળકોની સંખ્યા જોવાઇ રહી છે.
બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહ્યો છે. જે બાળકો સ્કૂલે આવે છે તેની સ્કૂલના પ્રીન્સિપાલ સતત નિગરાની રાખી રહ્યા છે. સ્કૂલમા રિસેસ આપવામા આવતી નથી. બાળકો પણ દીપડાના આતંકથી ડરી રહ્યા છે .બાળકો સ્કૂલમાંથી છૂટે ત્યારે તેમના ઘર સુધી પ્રિન્સિપાલ મૂકવા જાય છે. વાલીઓની ચિંતા પણ યોગ્ય છે બે બે બાળકોના દીપડાના હુમલા માં મોત થયા હોય તો તેમના વ્હાલ સોયા બાળકોની ચિતા હોય જ કેટલાક વાલીઓનું કહેવું છે કે તેમના બાળકોને દીપડાના ડરને લીધે તેઓ સ્કૂલમાં મોકલતા નથી
વિથ ઇનપુટ ક્રેડિટ : મકબૂલ મન્સૂરી ટીવી9, છોટાઉદેપુર