AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur : બોડેલી તાલુકાના ગામોમાં દીપડાનો આતંક યથાવત, વધુ એક બાળક પર હુમલો કરતા મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં દીપડાનો ડર દૂર થયો નથી. જેમાં મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો છે.

Chhotaudepur : બોડેલી તાલુકાના ગામોમાં દીપડાનો આતંક યથાવત, વધુ એક બાળક પર હુમલો કરતા મોત
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 6:32 PM
Share

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં દીપડાનો ડર દૂર થયો નથી. જેમાં મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો છે.

દીપડો  બાળક ને છોડી ભાગી ગયો

બોડેલી તાલુકાના મુલધર ગામે પાંચ દિવસ પહેલા એક બાળકનું દીપડાના હુમલામાં મોત થયું હતું . જેમાં પરિવારનું આક્રંદ સમાયું નથી ત્યારે ફરી આજ વિસ્તારમાં ફરતો આદમખોર દીપડાએ ધોરિવાવા ગામની સીમમાં પરિવાર સાથે ગયેલ બાળક જે તેની માતાના ખોળામાં રમી રહ્યું હતું તેને છીનવી દીપડો નજીકના ઝાડ પર ચડી ગયો હતો. જોકે હિંમત દાખવી તેનો પિતા કુહાડી લઈ ઝાડ પર ચડી ગયા હતા  અને દીપડો  બાળક ને છોડી ભાગી ગયો હતો.

બાળકના મૃત દેહને ધોરીવાવ ખાતે લાવવામાં આવતા આક્રંદ સાથે શોક

બાળકને બોડેલી હોસ્પિટલ લઈ જવાયો જ્યા તબીબને ગંભીર જણાતા બાળકને વડોદરા રીફર કરાયો હતો જ્યા આજ રોજ યુગ કુમાર નામના બાળકનું મોત થયુ હતું. બાળકના મૃત દેહને ધોરીવાવ ખાતે લાવવામાં આવતા ગામમાં આક્રંદ સાથે શોક જોવા મળ્યો

આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવી

બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે.ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે તો બીજી તરફ આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવીને ખેતરોમાં તૈનાત છે.

જેમાં અલગ અલગ જગ્યાએ પીંજરા ગોઠવી દેવામા આવ્યા છે. હાલ તો દરેક ગામના લોકોમાં એક ડર ઊભો થયો છે અને ગામના લોકો એકલા બહાર નીકળી શકતા નથી ત્યારે આ દીપડો જલ્દી પકડાઈ તેવી ગામના લોકો આશા રાખી રહ્યા છે.

(With Input, Maqbool Mansoori , Chhotaudepur  )

આ પણ વાંચો : Gujarati Video: કાલાવડ રોડના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, રૂ.73.19 કરોડના ખર્ચે બ્રિજનું કરાયુ છે નિર્માણ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">