Chhota Udepur: મોડેલ એશ્રા પટેલને હાઈકોર્ટે આપી રાહત, એટ્રોસીટીની ફરિયાદમાં અટકાયત ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો

|

May 09, 2022 | 3:57 PM

મુંબઇની મોડલ એશ્રા પટેલ (Model Ashra Patel) પર હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે હરીફ ઉમેદવારે ફરિયાદ નોંધાવી હતી.

Chhota Udepur: મોડેલ એશ્રા પટેલને હાઈકોર્ટે આપી રાહત, એટ્રોસીટીની ફરિયાદમાં અટકાયત ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો
Aeshra patel (File Image)

Follow us on

છોટા ઉદેપુરમાં (Chhota Udepur)મોડેલ એશ્રા પટેલને (Aeshra Patel)ફરી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) તરફથી રાહત મળી છે. એશ્રા પટેલ સહિત 8 લોકો સામે થયેલ એટ્રોસીટીની ફરિયાદમાં હાઇકોર્ટે અટકાયત ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. પોલીસ તપાસ ચાલુ રાખવા સાથે હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવતા હવે તમામ લોકોની અટકાયત થઈ શકશે નહીં. એશ્રા પટેલ અને તેના પિતા સહિત 12 સામે FIR નોંધાઈ હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ (Atrocities Act) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

મોડેલ એશ્રા પટેલે સંખેડાના કાવીઠા ગામે સરપંચ તરીકે ઉમેદવાર હતી

વર્ષ 2021માં બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલે સંખેડાના કાવીઠા ગામે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. કાવિઠામાં મહિલા અનામત સીટ હોવાથી ચાર મહિલાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મતદાન મથક પર ચૂંટણીના દિવસે મોડી રાત્રે બોલાચાલી થઇ હતી અને બોલાચાલીમાં ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં એશ્રાને પણ ઈજા થઇ હતી. આ બાદ આ બોલાચાલીમાં એશ્રા પટેલ અને તેના પરિવારના 5 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ હતી.

સરપંચ પદ માટે ચૂંટણી લડનાર મોડલ એશ્રા પટેલની હાર થઇ હતી

મહત્વનું છે કે છોટા ઉદેપુરના સંખેડાના કાવિઠામાં સરપંચ પદ માટે ચૂંટણી લડનાર મોડલ એશ્રા પટેલની હાર થઇ હતી. કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામમાં સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત થઇ હતી. મુંબઇની મોડલ એશ્રા પટેલ પર હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે હરીફ ઉમેદવારે ફરિયાદ નોંધાવી હતી. મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એશ્રા પટેલે  પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો

જણાવી દઈએ કે સરપંચની ચૂંટણી સમયે છોટા ઉદેપુરનું કાવીઠા ગામ ગુજરાતમાં ચર્ચામાં રહ્યું હતુ. કારણકે અહીંની એક યુવતી કે જે મુંબઈમાં મોડેલીંગ કરતી હતી તે એ દુનિયા છોડીને ગામમાં ચૂંટણી લડવા આવી હતી. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરમ્યાન છોટાઉદેપુરમાં કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે (Aeshra Patel) પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો.

Published On - 3:42 pm, Mon, 9 May 22

Next Article